યાત્રાધામ પાવાગઢમાં દર્શનાર્થીઓ અને મંદિરના સિક્યોરિટી ગાર્ડ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
મંદિરના પગથિયાના ચોક પાસે દર્શનાર્થીઓ શ્રીફળ વધેરી રહ્યા હતા. ત્યારે તેમને સિક્યોરિટી ગાર્ડ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેના કારણે પરિવારના સભ્યો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બોલાચાલીમાં પરિવારના એક વ્યક્તિએ રોષે ભરાઇને રસ્તાની નજીકમાં પડેલા શ્રીફળ લઇને સિક્યોરિટી ગાર્ડ પર ફેંક્યા હતા. જેને લઈને સિક્યોરિટી ગાર્ડને ઇજા થવા પામી હતી. જેથી સિક્યોરિટી ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
પાવાગઢમાં દર્શનાર્થી અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે થઈ મારામારી, આ હતું કારણ
