નવરાત્રિમાં પ્રસાદ આપવાની છૂટ

૫ દિવસ પહેલા રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનુ જાહેરમાં આયોજન કરવાની મનાઈ કરી હતી જેની ગાઈડલાઈન્સ મુજબ પ્રસાદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જોકે ભાવિક ભકતોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રસાદની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા નિશ્ચિત કરેલી ગાઈડ લાઈન્સ મુજબ પ્રસાદનું વિતરણ થઈ શકશે. જો કે માઈભક્તોને મૂર્તિ કે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની પરવાનગી નથી. એ સિવાય સોસાયટી કે શેરી ગરબાના આયોજકોએ નજીકના પોલીસ સ્ટેશનેથી લેખિતમાં મંજૂરી લેવી જરૂરી છે.