દેશમાં પહેલી વખત ભાઈની લાઈફ બચાવવા માટે IVF દ્વારા જન્મી બહેન

ભારતની પહેલી સેવિયર સિબલિંગ તરીકે જાણીતી કાવ્યા સોલંકી એક વર્ષની થઈ ગઈ છે. કાવ્યા એ બાળકી છે જેણે પોતાના મોટા ભાઈ અભિજીતની જાન બચાવવા માટે IVF દ્વારા જન્મ લીધો છે. થેલીસીમિયાથી ઝઝૂમી રહેલા અભિજીતને કાવ્યાના બોન મેરો મળ્યા અને છેલ્લા છ મહિનાથી તેમની તબિયત સારી છે. ભારતમાં આ રીતે કોઈને લાઈફ બચાવવા માટેનો પહેલો કિસ્સો છે. સેવિયર સિબલિંગ એ બાળકોને કહેવામાં આવે છે, જે પોતાના મોટા ભાઈ/બહેનને અંગ, બોન મેરો અથવા કોશિકાઓ દાન કરવા માટે જન્મ લેતા હોય છે. સેવિયર સિલબિંગના લોહી અથવા કોર્ડ બ્લડથી સ્ટેમ સેલ્સ કાઢીને તેને થેલીસીમિયા જેવા ડિસઓર્ડરનો ઈલાજ કરવામાં આવે છે.