કામ્યા પંજાબી રૂબીના દીલાઈકને ટેકો આપે છે

ભારતનો સૌથી મોટો રીઆલીટી શો, બિગ બોસ 14 શરુ થતાં સાથે જ હેડ લાઈન બનાવે છે

આવી જ એક જોડી કે જે દર્શકોનું ધ્યાન ખેંચે છે તે છે ટેલીવિઝનની લોકપ્રિય વહુ રૂબીના દીલાઈક અર્થાત શક્તિ અસ્તિત્વ કે એહસાસ કીની સૌમ્ય અને તેનો પતિ અભિનવ શુક્લ.

રુબીનાની પડદા પરની સાસુ કામ્યા પંજાબી કે જે પણ બિગ બોસની સ્પર્ધક હતી  તે પોતાની ‘વહુ’ને ટેકો આપતાં શરમાતી નથી.

કામ્યાએ તાજેતરમાં કરેલ એક ત્વિતમાં જણાવ્યું છે, રૂબીના તેં જે રીતે સ્થિતિ સંભાળી છે તે બદલ મને ગૌરવ થાય છે. આ છોકરી પોતાના બળે આગળ જશે.

આ બંને વચ્ચે પડદા પરનું બંધન ઉબડ-ખાબડ રહ્યું છે જેમાં પ્રેમ અને તિરસ્કાર ભર્યા હતાં, પણ પડદા બહાર તેમની દોસ્તી પાકી છે.

કામ્યા પાછળથી ઉમેરે છે, રૂબી અને અભિનવ જે બંધનમાં છે તે ખૂબ પીઢ છે અને તેઓ આદર્શ જોડી છે.અભિનવે જ્યારે તેની ઈમ્યુનીટી છોડવાની ના પાડી ત્યારે તેમની ઊંડી સમજ હતી કે તેઓ આમાંથી કોઈ મોટો વિવાદ સર્જવા નહોતાં માગતા. રમત આગળ વધવા દો, દર્શકો રુબીનાની રમત ખુલતી જોશે અને મને ખાતરી છે કે તેઓ રુબીનાને ચાહશે.

શું રૂબીના તેની પડદા પરની ‘સાસુ’ ને ગૌરવ અપાવી શકશે?

એમપીએલ પ્રસ્તુત મનોરંજન, રોમાંચ અને નાટક જુઓ બિગ બોસમાં, જે પાવર્ડ છે  ડાબર દાંત રક્ષક આયુર્વેદિક પેસ્ટ એન્ડ ટ્રેસેમ, બ્યુટી પાર્ટનર લોટસ હર્બલ્સથી. દર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 વાગે અને શનિવાર અને રવિવારે રાત્રે 9.૦૦ વાગે માત્ર કલર્સ અને ટીવી પહેલાં જુઓ વૂટ સિલેક્ટ પર.