અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ – 2020

બીજી આવૃત્તિ

અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલ 2019ને તેના પહેલા વર્ષે દર્શકોના ઉત્કૃષ્ટ પ્રતિસાદ સાથે જબરજસ્ત સફળતા મળી. ફેસ્ટિવલમાં ભાગ લેનારી કુલ 40 ફિલ્મોની એન્ટ્રીમાંથી વિવિધ 7 ભાષાઓની 17 ફિલ્મોનું અમદાવાદ ખાતે વિના મૂલ્યે સ્ક્રીનીંગ યોજવામાં આવ્યું હતું. આ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જ્યાં દુનિયાભરના બાળકો ફિલ્મમેકર તરીકે પોતાની પ્રતિભા દેખાડી શકે છે અને અર્થપૂર્ણ ચિલ્ડ્રન સિનેમા જોવાનો આનંદ માણી શકે છે. હવે આ ફેસ્ટિવલ વર્ષ 2020માં તેની બીજી આવૃત્તિ સાથે ફરી યોજાઈ રહ્યો છે. પરંતુ વર્ષે હાલની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલને ઓનલાઇન યોજવામાં આવશે. ફિલ્મનું સ્ક્રીનીંગ અમારી અધિકૃત યુટ્યૂબ ચેનલ ઉપર થશે. વર્ષે ફેસ્ટિવલ 18મી અને 19મી ડિસેમ્બર 2020 દરમિયાન સિલેક્ટ થયેલી ફિલ્મો સાથે ઓનલાઇન યોજાશે.

ફેસ્ટીવલના સ્ક્રીનીંગ તથા હરીફાઈ માટે કુલ 4 કેટેગરી છે, જેમાં ચિલ્ડ્રન ફીચર ફિલ્મ (41 મિનીટ અથવા તેનાથી વધારે), શોર્ટ ફિલ્મ (૪૦ મિનીટ અથવા તેનાથી ઓછી), ડોક્યુમેન્ટરી ફિલ્મ (10 થી 40 મિનીટ) તથા સ્ટુડન્ટ  ફિલ્મ કેટેગરી (5 થી 40 મિનીટ) રહેશે. કોઈ પણ દેશની કોઈ પણ ભષ્મ બનેલી ફિલ્મો હોઈ શકે છે. આ વર્ષે ફેસ્ટિવલ માટે એન્ટ્રી ઓપન થતાની સાથે જ દેશભરમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે. ઈરાન, જર્મની, ચીન, ઇઝરાયલ, અમેરિકા, કેનેડા, ઇટાલી, જાપાન, તુર્કી, યુનાઇટેડ  કિંગડમ  તથા આપણા પોતાના ઇન્ડિયામાંથી પણ ઘણી સારી એન્ટ્રીઝ આવી રહી છે.

તમારી ફિલ્મો કેવી રીતે સબમિટ કરશો: અમે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ હોસ્ટિંગ સાઇટ, ફિલ્મફ્રીવે ઉપર AICFF માં સિલેક્ટ થયેલી ફિલ્મોનું સ્ક્રીનીંગ કરીશું. અમારા ફેસ્ટિવલનું URL: https://filmfreeway.com/aicff

સ્ટુડન્ટ ફિલ્મ કેટેગરીમાં કોઈ પણ સ્ટુડન્ટ વિનામૂલ્યે પોતાની બનાવેલી ફિલ્મ સબમિટ કરી શકે છે.

એવોર્ડ્સ માટેની વિવિધ કેટેગરી:

(ફીચર ફિલ્મ)

બેસ્ટ ફિલ્મ – બેસ્ટ ફિલ્મ ડિરેક્ટર – બેસ્ટ ફિલ્મ એકટર – બેસ્ટ ચાઈલ્ડ એકટર – બેસ્ટ સ્ટોરી – બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર – બેસ્ટ શોર્ટ ફિલ્મ  – બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ – બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ  – બેસ્ટ ડિરેક્ટર ડોક્યુમેન્ટરી ફિલ્મ – બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ

જરૂરી તારીખો અને ડેડલાઇન્સ: ફિલ્મ મેકર 27 નવેમ્બર 2020 સુધી પોતાની ફિલ્મ સબમિટ કરી શકે છે.

9 ઓક્ટોબર 2020 – રેગ્યુલર ડેડલાઈન

27 નવેમ્બર 2020 – છેલ્લી ડેડલાઈન

11 ડિસેમ્બર 2020 – નોટિફિકેશન ડેટ

18 – 19 ડિસેમ્બર 2020 – ઓનલાઇન ઇવેન્ટ ડેટ

એન્ટ્રી ફિલ્મફ્રીવે ઉપર સબમિટ કરવાની રહેશે:  https://filmfreeway.com/aicff

આ વર્ષે અમારા ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સાયની તથા જ્યુરી સભ્યો આરતી પટેલ અને આશિષ કક્કડ છે. AICFF ફાઉન્ડર ચેતન ચૌહાણ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડટ્રી સાથે જોડાયેલા છે તેમજ તેઓએ વિવિધ શહેરોમાં છેલ્લા 10 વર્ષોમાં ૩૦થી વધારે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલના સ્ક્રીનીંગ કરેલા છે.

મનીષ સાયની : (ફેસ્ટિવલ ડિરેક્ટર)  મને એવું લાગે છે કે ભારતમાં ઘણા ઓછા ફિલ્મકારો અને નિર્માતાઓ એવા છે કે જે ખરેખર બાળકોના સિનેમા માટે કામ કરે છે. હકીકતમાં ખૂબ જ દુર્લભ ભારતીય ચિલ્ડ્રન ફિલ્મ્સ થિયેટરોમાં પહોંચે છે, તેથી આપણે વધુ ચિલ્ડ્રન ફિલ્મો બનાવવી જોઈએ, આવા વધુને વધુ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ થવા જોઈએ, બાળકો, માતાપિતા અને શાળાઓને બાળકોને લગતા વિષયો સાથે સારી પ્રતિભા બહાર આવે એ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

આરતી પટેલ: (ફેસ્ટિવલ જ્યુરી)  હું અનુભવું છું કે હાલની મહામારીની પરિસ્થિતિમાં જ્યારે બાળકો સ્ક્રીન સાથે વધુ સમય વિતાવી રહ્યા છે, ત્યારે અમે વધુ સારી ચિલ્ડ્રન ફિલ્મો માણવાની આશા રાખીએ છીએ જે  ફિલ્મ નિર્માતાઓ અને બાળકોને વધુ સારા વિષયો જોવા માટે પ્રોત્સાહિત કરી શકે. આપણે બાળકોનાં ફિલ્મ નિર્માતાઓને સમર્થન આપવું જોઈએ.

આશિષ કક્કડ: (ફેસ્ટિવલ જ્યુરી)  મને લાગે છે કે બાળકો પર સિનેમા બનાવવી એ બીજી ફિલ્મો કરતા વધારે મુશ્કેલ છે, આ એક કળા છે અને આપણે આવા ફિલ્મ ફેસ્ટિવલ અને ફિલ્મ નિર્માતાઓની કદર કરવી જોઈએ, જેમ કે ભારતમાં કુલ બનતી ફિલ્મોમાંથી આપણે 2% પણ બાળકોની ફિલ્મો બનાવતા નથી. આના પર આપણા બધા દ્વારા વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

ચેતન ચૌહાણ: (ફાઉન્ડર AICFF)  અમે આ ફેસ્ટિવલનું આયોજન કરીને ‘વર્લ્ડ ઑફ ચિલ્ડ્રન સિનેમા’ લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરી રહ્યા છીએ.  બાળકો આ વિશ્વના સૌથી મોટા સ્ટોરી ટેલર છે.

વધુ જાણકારી માટે:  aicffindia@gmail.com

કોન્ટેક્ટ : 9898003311

અમદાવદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ ” – AICFF હવે નોંધાયેલ ટ્રેડ માર્ક છે.