ભારતના 8 જેટલા સમુદ્ર તટને બ્લૂ ફ્લેગનો દરજ્જો મળ્યો છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની એક જ્યુરીએ ડેન્માર્કના વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોની જ્યૂરીના નિર્ણયને સાચો કહ્યો છે. આ કારણથી 8 જેટલા ભારતીય બીચનું નામ દુનિયાના સૌથી સાફ બીચના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.
આ બીચ પોતાની સફાઈ, ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ, સમુદ્રમાં આસપાસ અને સમુદ્ર તટોના સતત વિકાસની પ્રથાને કારણે ઓળખાઈ રહ્યા છે. તેમને વધારે વિકસિત કરવાની યોજના પર કામ કરવામાં આવશે. બ્લૂ ફ્લેગનો ટેગ મેળનારા બીચમાં શિવરાજપુર (ગુજરાત), ઘોઘલા (દીવ), કાસરરોડ અને પદુબિદ્રી (કર્ણાટક), કપ્પડ (કેરળ), રુશિકોડા (આંધ્ર પ્રદેશ), ગોલ્ડન (ઓરિસ્સા) અને રાધાનગર (આંદમાન)નો સમાવેશ થાય છે.