સ્વસ્થ રહેવાનો એક જ ઈલાજ – એ યોગ છે શલભાસન !

જીવનમાં સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ જીવન, સુંદર જીવન. આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવું હોય તો તેના માટે યોગમાં એક બહુ જ સરળ અને લાભદાયક આસન છે. એ આસન શલભાસન છે.

રીત:-
૧. સૌથી પહેલા પેટના બળે સુઈ જવું.
૨. સાથે હાથની હથેળી સાથળ ઉપર જ રહે તે ધ્યાન રાખવું.
૩. તમારા બન્ને પગને જમીનથી 1 ફૂટ ઉંચા લઈ જવા અને સાથે સાથે ઊંડો શ્વાસ લેવાનો.

ફાયદા:-
૧. આપણા પગના સ્નાયુઓ મજબૂત કરવામાં એ ઘણું લાભદાયક બને છે.
૨. પીઠ અને ગરદનના વિકારો તથા દર્દો દૂર થાય છે.
૩. ફેફસા પણ મજબૂત થાય છે.
સાથે સાથે આવા બીજા ઘણા ફાયદા મળી શકે આ આસન કરવાથી તો આજથી જ શરૂ કરી દો શલભાસન