ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ: ભારતીય મૂળ શ્રીકાંત દાતારની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકે નિમણૂક

તેઓએ 1973 માં બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી અને ખુબ જ પ્રસિદ્ધ એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ માંથી અનુસ્નાતક થયા. શ્રીકાંત દાતાર એક જાણીતા વિદ્વાન છે અને હાલમાં તે આર્થર લોવ્સ ડિકિન્સન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માં પ્રોફેસર અને વરિષ્ઠ સહયોગી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટના બોર્ડ મેમ્બર પણ રહી ચૂક્યા છે.

હાવર્ડ બિઝનેસ સ્કૂલના 112 વર્ષના ઇતિહાસમાં, શ્રીકાંત નીતિન નોહરીયા પાસેથી પદભાર સંભાળતાં હાર્વર્ડ બ્યુઇસેન્સ સ્કૂલના ડીન બનનારા 11 મા ડીન અને સતત બીજા ક્રમે ભારતીય બન્યા છે. શ્રીકાંત દાતાર 1લી જાન્યુઆરી થી ડીન તરીકે ચાર્જ સંભાળશે.