હવે તમારી મનપસંદ ખાંડવી ઘરે જ બનાવતા શીખો.

સામગ્રી :
દહીં, પાણી, ચણાનો લોટ, મીઠું, આદુમરચાની પેસ્ટ, રાઇ, જીરું, સમારેલું મરચું, લીમડો, હિંગ, હળદર, તેલ.

બનાવવાની રીત :
1) એક વાસણમાં દહીં અને પાણી ઉમેરો અને છાશ બનાવવો.
2) ત્યારબાદ તેમાં ચણાનો લોટ, આદુમરચાની પેસ્ટ, મીઠું, હળદર, હિંગ, નાખો. ધ્યાન રાખજો કે તેમાં ગાઠા ન વડે.
3) પછી આ મિશ્રણને ગાળી લો જેથી તેમાં કોઈપણ ગાઠા ન રહે.
4) તૈયાર થયેલા મિશ્રણને કઢાઈમાં નાખો અને ધીમા તાપે સતત હલાવતા રહો.
5) મિશ્રણને પ્લેટફોર્મ પર કાઢી, તે ઠંડુ થાય પછી તેમાં કાપા પાડવા અને ધ્યાનથી તેના રોલ વાળવા.
6) ત્યારબાદ તેલ, જીરું, લીમડો, અને સમારેલા મરચા સાથે વઘાર કરો અને કોથમીર, કોપરાં અને દાડમના દાણા સાથે ખંડવીને ગાર્નિશ કરો.
તૈયાર છે આપણી મનપસંદ ખાંડવી.