આજ રોજ સરકારની બેઠેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ વર્ષે શેરી ગરબા કે પ્રસાદ વિતરણની નવરાત્રિમાં મનાઈ ફરમાવવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત નવરાત્રી ધામધૂમથી મનાવી શકશે નહીં કારણ કે કોરોના અન્ય વધી રહેલા કેસના કારણે સરકારે લીધેલા નિર્ણયમાં એવું જણાવ્યું છે કે આ વર્ષે ફક્ત એક કલાકમાં આરતી પૂર્ણ કરવાની રહેશે અને સાથે પ્રસાદ વિતરણની પણ મનાઈ કરવામા આવી છે કારણ કે પ્રસાદ વિતરણ થી કોરોના નું સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા રહે છે.
જે જગ્યાએ મોટા પાયે શેરી ગરબાનું આયોજન થતું હતું તો આ વર્ષે ત્યાં ફક્ત ૨૦૦ માણસની જ પરમિશન આપવામાં આવી છે. જે જગ્યાએ મૂર્તિ કે ગરબી બેસાડવામાં આવે છે તો ત્યાંના આયોજકોએ આ વર્ષે ધ્યાન રાખવું પડશે કે સામાજિક અંતર જળવાય, સેનેટાઈજરનો ઉપયોગ કરવાનો રહેશે અને આરતીમાં આવનાર વ્યક્તિઓ ફરજિયાત માસ્ક પહેરીને આવે છે કે નહીં તેનું ધ્યાન અવશ્ય રાખવું પડશે.
કોરોનાની મહામારીના લીધે ગરબા અને પ્રસાદ વિતરણની મનાઈ
