સેમસંગ S20 FE

કેમ છો દોસ્તો !!!!!

આજે હું ઉપસ્થિત છું એક નવા ધમાકેદાર ફોન સાથે. આજે આપણે સેમસંગ S20 FE વિશે.

સેમસંગે હાલ માં જ પોતાના નવા મોબાઈલ ફોન S20 FE લોન્ચ કર્યો છે. સૌથી પહેલા જણાવી દઈએ કે FE મતલબ Fan’s Edition. જે યુવા વર્ગ ને ધ્યાન માં રાખી ને બનાવમાં આવ્યો છે. આ મોડેલ માં ડિસ્પ્લે સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે જે 6.5 ઇંચ ફુલ HD infinity O સુપર અમોલેડ 120 Hz છે. બીજો એક એનો આકર્ષક ભાગ તેનો કેમેરા છે. જેમાં રિયર કેમેરા 12mp Ultra wide + 8mp wide angel + 8mp ટેલેફોટો કેમેરા ની સાથે 3x ઓપ્ટિકલ ઝૂમ અને 30x સુધી super resolution ઝૂમ આપેલું છે. ફ્રન્ટ કેમેરા ની વાત કરીએ તો 32mp કેમેરા છે. હવે વાત કરીએ તેના મેમરી ક્ષમતા ની તો સેમસંગ s20 FE એડિશન માં 8gb રેમ અને 128 gb રોમ આપેલી છે.

બેટરી બેકઅપ 4500 MAH છે જે યુવા વર્ગ માટે તો ઓછો કહેવાય પણ સામે આ ફોન IP68 થી પ્રમાણિત છે એનો અર્થ એવો થયો કે 1 મીટર ઊંડા પાણી માં તમે 30 મિનિટ સુધી આ ફોન ને રાખી શકો છે.
છે ને મજાની વાત.
હવે આ ફોન યુવા વર્ગ ને ધ્યાન માં રાખી ને બનાવ્યો છે તો તેના કલર પણ યુવાઓ ને આકર્ષિત કરે તેવા હોવા જ જોઈએ સેમસંગ s20 FE 4 કલર માં ઉપલબ્ધ રહેશે

  1. Cloud Navy
  2. Cloud lavender
  3. Cloud mint
  4. Cloud red