ચાલશો નહીં તો નહીં ચાલે !

આજકાલની રોજબરોજની જિંદગીમાં ચાલવાનું તો જાણે ભુલાઈ ગયું છે,ક્યાંક જવું હોય તો પહેલા વાહનની ચાવી લઈ ને નીકળી જવાય પણ ,કયારેય વિચાર કર્યો છે થોડું જ અંતર છે તો ચાલી લેવુ જોઈએ,પેટ્રોલ ની બચત અને શરીરને કસરત મળી રહે.

ચાલવું કેટલું જરૂરી છે એના કરતાં કેટલીક રીતે, ચાલવું કેટલો સમય ચાલવું એના ઉપર તમારા શરીરના આકારમાં પરિવર્તન આવી શકે છે કારણ કે તે કસરતનો એક પ્રકાર છે. ગુજરાતી ભાષામાં એક કહેવત છે. “ચાલીસ પછી નહીં ચાલો તો નહીં ચાલે કેમ કે જો તમે વપરાશ કરતા વધારે કેલરીનો ઉપયોગ કરો છો, તો પછી તમે ચરબીને તમારા શરીરમાં જ્યાં સંગ્રહિત કરો છો ત્યાંથી તેને તોડવાનું શરૂ કરો છો અને આ તમારા સ્નાયુઓ ને કસરત મળશે અને આગળ જતાં શરીરને ઘણાખરા રોગોથી બચાવશે અને ચાલવું એ ખૂબ જરૂરી છે.

સમય નથી મળતો ચાલવાનો તો ૧૦ મિનિટથી શરૂ કરો,પછી ધીમે ધીમે વધારો ,ઘણો ફરક દેખાશે, પોતાના માટે સમય નીકળતા પોઝિટિવિટી વધશે અને શરીર પણ સારું રહેશે..

પોતાના માટે જ કરવાનું છે તો જાતે જ કરવું પડે, ત્યાં બહાનાનો કોઈ અવકાશ નથી.