કિંગ્સ ઇલેવન પંજાબનું નબળું પ્રદર્શન

આઇપીએલ 2020 માં KXIP ની શરૂઆત ખૂબ જ દમદાર રહી હતી. પોતાની ભલે પોતાની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ સામે હાર્યા હતા પણ તે ટાઇ માં પરિણમી હતી. જેમાં KXIP એ 158 સ્કોરનો પીછો બખૂબી થી કર્યો જ્યારે બીજી મેચમાં કપ્તાન કે એલ રાહુલ ની વિસ્ફોટક સદી ની મદદ થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 97 રનના અંતરથી ભવ્ય વિજય મેળવ્યો હતો.

પરંતુ તે પછી પ્રદર્શન માં સાતત્યતા ના રહેતા છેલ્લી 4 મેચમાં હાર નો સામનો કરતા પોઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાને પહોંચી ગયું છે. કે એલ રાહુલ અને મયંક અગ્રવાલ ને બાદ કરતાં ટીમ નું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ગઈ કાલ ની મેચ માં એક માત્ર નિકોલસ પુરને થોડું સારું પ્રદર્શન કરતા 77 રન બનાયા હતા. બાકી ગ્લેન મેક્સવેલ જેવા મોંઘા ખેલાડી KXIP ને ખરેખર મોંઘા પડ્યા છે. અન્ય ટીમ ના ખેલાડી નું યોગદાન નહિવત છે.

બોલર ની વાત કરીએ તો એક માત્ર મોહમ્મદ શમી નું પ્રદર્શન સારું રહ્યું છે. જેમણે 6 મેચ માં 9 વિકેટ ઝડપી છે. જો KXIP એ પ્લેઓફ માં સ્થાન બનાવું હોય તો બાકી ની 8 મેચ માંથી 7 મેચ તો જીતવી જ રહી. ટીમ ની આખરી આશા ક્રિસ ગેલ પર અટકી છે જે હવે પછી ની મેચ માં જોડાય તેવી આશા છે