ઉત્તરાયણને હજુ સમય બાકી પરંતુ અત્યારથી જ દોરી રંગવા નું કામકાજ શરૂ

હજુ ઉતરાયણ ને ઘણો સમય બાકી છે પરંતુ પતંગ બનાવનાર અને દોરી રંગવા નું કામકાજ અત્યારથી શરૂ થઈ ગયું છે.

આ વર્ષે કોરોનાકાળના સમયગાળા દરમિયાન લોકોને ધંધા પર માઠી અસર પહોંચી છે પરંતુ સુરત ખાતે આવેલા એક વેપારી દ્વારા અત્યારથી જ દોરીરંગવા નું કામકાજ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે અને ઉત્તરાયણ ને હજુ સમય બાકી છે પરંતુ કેટલીક દુકાનોમાં અલગ-અલગ વિવિધ વિવિધ જાતના પતંગો અને દોરીઓ દેખાવા માંડી છે અને કેટલીક દુકાનોમાં તો લોકોએ પતંગ અને દોરીની પહેલેથી જ ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છેઆ વર્ષે લોકોને ધંધામાં કેવી આવક થશે .

આ વર્ષે કોરોના આખા સમગ્ર વિશ્વમાં માઠી અસર પહોંચાડી છે તો શું આ વર્ષે ૨૦૨૧ માં ઉતરાયણ ના સમયગાળા દરમિયાન લોકોની ધંધામાં આવક થશે ખરી !?!