આઈ પી એલ ૨૦૨૦ માં નવોદિત ક્રિકેટરોનું પ્રદર્શન

મિત્રો અત્યારે કોરોના કાળ માં ક્રિકેટ રસિયા માટે તહેવાર ની મૌસમ જામી છે. ક્રિકેટ ની સૌથી મોટી ઇવેન્ટ આઇપીએલ ચાલી રહી છે. કોરોના ને ધ્યાન માં રાખતા અત્યારે આ સ્પર્ધા દુબઇ માં રમાયિ રહી છે. આ સ્પર્ધા માં વિશ્વ ના મોટા મોટા દિગ્ગજ ક્રિકેટર ભાગ લઈ રહ્યા છે. આમ પણ આઇપીએલ માં મોટા મોટા ખેલાડી નો દબદબો રહ્યો છે.

જો કે આ વખતે સૌથી મોટી વાત આંખે ઉડી ને વળગે એવી એ છે કે આ વખતે નામી કરતા અનામી ખેલાડી વધુ સારી રીતે પોતાનો પ્રભાવ પાડી રહ્યા છે મતલબ કે આ વખતે ભારતીય ખેલાડી નો દબદબો રહ્યો છે. એવા ઘણા ખેલાડી છે કે જે ઓછી કિંમત માં ખરીદયા છે પણ તેમનું પ્રદર્શન દમદાર રહ્યું છે. દરેક ટીમ માં ભારતીય ખેલાડી મહત્વ ધરાવે છે.

શિવમ માવી, રાહુલ ટેવતીયા, શિવમ દુબે, સંજુ સેમ્સન , પૃથ્વી શૉ , શ્રેયસ ઐયર , દિપક પદડીકલ, રાહુલ ત્રિપાઠી, મયંક અગ્રવાલ, કે.એલ.રાહુલ, શુભમાન ગીલ, નીતીશ રાણા, ઈશાન કિશન , રિષભ પંત વગેરે ઘણા ખેલાડી પોતાની પ્રતિભા દાખવી રહ્યા છે. જે ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ સારા સંકેત છે. યુવા ટીમ ઘણી મજબૂત અને પ્રતિભાશાળી છે આ પ્રતિભા ભારતીય ટીમ માટે સોનેરી સુરજ ઉગી આવશે.