ભારતની લીડીંગ વેલનેસ બ્રાન્ડ્સમાંની એક હિમાલ્યા ડ્રગ કંપની એમની એક્સક્લુઝિવ મધર કેર કેટેગરી, જે હિમાલયા ફોર મોમ્સના પોર્ટફોલિયોને વિસ્તૃત કરે છે. માતા માટે પ્રેગનન્સી દરમિયાન અને તે પછીના સ્ટ્રેચ માર્ક્સને ઘટાડવામાં મદદ માટે કંપનીએ તેની પ્રથમ પ્રકારની, ટૂ- સ્ટેપ સ્કિન કેર રૂટિન, હિમાલયા સ્ટ્રેચ માર્ક ઓઈલ એન્ડ ક્રીમ લોન્ચ કરી છે.
હિમાલયા હંમેશા નવીનતાઓમાં અગ્રેસર રહે છે અને નવી માતાઓ અને માતા બનવા જઈ રહેલ માટે નેચરલ ગૂડનેસ સાથેના ઉત્પાદનો ઈન્ટ્રોડ્યુસ કરનારી પ્રથમ વેલનેસ બ્રાન્ડમાંની એક છે. વેલનેસ બ્રાન્ડ તરીકે, હિમાલયા માને છે કે દરેક માતાને શ્રેષ્ઠ પ્રી અને પોસ્ટ પાર્ટમ કેરની જરૂર હોય છે. હિમાલયા ફોર મોમ્સ સ્ટ્રેચ માર્ક ઓઈલ એન્ડ ક્રીમ ખાસ સેફ ઈન્ગ્રિડિયન્સ સાથે માતાઓ માટે બનાવવામાં આવી છે.
હિમાલયા ડ્રગ કંપનીના આર & ડી ના આયુર્વેદ એક્સપર્ટ ડો. પ્રતિભા બાબશેટ એ જણાવ્યું હતું કે, “તમારી ત્વચાની સંભાળ રાખવા માટેના નિત્યક્રમનું પાલન કરવાથી તમે સ્ટ્રેચ માર્ક્સ અપિરિયન્સને ઓછું કરવામાં મદદ મળે છે. સેફ ઈન્ગ્રિડિયન્સ સાથે અદ્યતન હર્બ- ઓઈલ અને હર્બ- ઓઈલ- બટર ઓઈલ અને ક્રીમનું કોમ્બિનેશન, પ્રેગનન્સી દરમિયાન અને પછીના કુદરતી રીતે સ્ટ્રેચ માર્ક્સ અપિરિયન્સને ઘટાડવામાં મદદ કરે છે. તદુપરાંત, ઓઈલ અને ક્રીમ નોરિશમેન્ટ અને મોસ્ચ્યુરાઈઝેશનના બેવડાં લાભ પ્રદાન કરે છે. સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે, સ્કિનની સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે.”
હિમાલયા બેબી કેર અને હિમાલયા ફોર મોમ્સના બિઝનેસ હેડ, શ્રી એન. વી. ચક્રવર્તી એ જણાવ્યું હતું કે, “અમે હિમાલયા ખાતે માનીએ છીએ કે માતા પ્રથમ આવે છે, અને તેમને સ્પેશિયલ કેર અને અટેંશનની જરૂર છે. આ લોન્ચ માતા માટે સલામત અને અસરકારક ઉકેલો પ્રદાન કરવાના અમારા ધ્યેયને અનુરૂપ છે. માતાઓ તેમની સ્કિન પર જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તેના વિશે સાવચેતી રાખે છે અને તેઓ સતત સેફ અને જેન્ટલ એવી પ્રોડક્ટ્સની શોધમાં રહે છે. હિમાલયા ફોર મોમ્સ સ્ટ્રેચ માર્ક ઓઈલ એન્ડ ક્રીમ તેમને પ્રકૃતિની ગૂડનેસની સેફ અને જેન્ટલ કેરની ખાતરી આપે છે. અમે સેફ, નેચરલ અને ઈનોવેટિવ સોલ્યુશન્સ વિકસાવવા પર ફોક્સ કરીયે છીએ જે માતાઓને સુખી જીવન જીવવામાં મદદ કરશે.” હિમાલયા ફોર મોમ્સ સ્ટ્રેચ માર્ક ઓઈલમાં અલ્મોન્ડ ઓઈલ, વ્હીટ જર્મ ઓઈલ, ઓલિવ ઓઈલ, વર્જિન કોકોનટ ઓઈલ અને સીસમ ઓઈલ છે, જે સ્કિનને ઊંડું પોષણ પૂરી પાડવામાં મદદ કરે છે. સ્ટ્રેચ માર્ક ક્રીમ એ આલ્મોન્ડ ઓઈલ, વ્હીટ જર્મ ઓઈલ અને ઓલિવ ઓઈલ અને કોકુમનું બટર, મેંગો અને શીથી બનાવવામાં આવે છે જે સ્કિનમાંથી મોઈશ્ચર લોસનું નુકશાન અટકાવવામાં મદદ કરે છે. વધુમાં, ઓઈલ અને ક્રીમ બંનેમાં દાડમ, લિકોરિસ અને સેંટેલા છે, જે સ્કિનની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી ડિલિવરી પછીના કેટલાક અઠવાડિયા સુધી, સૂતાં પહેલાં સ્ટ્રેચ માર્ક ઓઈલ અને શાવર પછી સ્ટ્રેચ માર્ક ક્રીમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. હિમાલયા સ્ટ્રેચ માર્ક ઓઈલ એન્ડ ક્રીમ અનુક્રમે અદ્યતન હર્બ-ઓઇલ ઈન્ફ્યુઝન અને હર્બ- ઓઈલ- બટર કોમ્પ્લેક્સ સાથે બનાવવામાં આવે છે, જે માઈલ્ડ અને જેન્ટલ સ્ટ્રેચ માર્ક્સ અપિરિયન્સને ઓછું કરવામાં મદદ કરે છે.