પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ન્યાયાધીશ તેમજ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.એસ.દવેનું અવસાન થવા બદલ શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પૂર્વ ન્યાયાધીશ તેમજ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.એસ. દવેના અવસાનથી ખૂબ દુઃખ થયું. કાનૂની ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેઓને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”