અમદાવાદ – હાવડા સ્પેશિયલ હવે દૈનિક દોડશે

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, 07 ઓક્ટોબર 2020 થી હાલમાં અમદાવાદ-હાવડા-અમદાવાદ સ્પેશિયલને અઠવાડિયામાં ત્રણ દિવસ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિભાગીય રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે 07 ઓક્ટોબર 2020 થી ટ્રેન નંબર 02834 હાવડા – અમદાવાદ સ્પેશિયલ દૈનિક હાવડાથી દોડશે અને ટ્રેન નંબર 02833 અમદાવાદ – હાવડા સ્પેશિયલ દૈનિક 10 ઓક્ટોબર, 2020 થી અમદાવાદથી દોડશે. આ ટ્રેન ટાટા નગર અને ચક્રધરપુર સ્ટેશનો પર પણ બંને દિશામાં રોકાશે.