કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, પ્રવર્તમાન સમયમાં વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત દ્વારા ગુજરાતે નવી કેડી કંડારી છે. ગુજરાત સહિત દેશ આખામાં વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાતે લોકોપયોગી વિકાસ કામો કરીને સિમાચિહ્ન પ્રસ્થાપિત કર્યા છે. ગુજરાત રાજ્યે વિકાસની ગતિને સહેજ પણ ધીમી થવા દીધી નથી. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ શહેરના અંદાજે રૂ. 176 કરોડ તથા અમદાવાદ જિલ્લાના રૂ. 45 કરોડ મળી કુલ રૂ. 221 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ /ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લાના બાવળા શહેર, વૈષ્ણોદેવી સર્કલ, મકરબા, મક્તમપુરા એમ ચાર સ્થળોએ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ /ખાતમુહૂર્ત કયું હતું. મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ થયેલા વિકાસ કામો લોકોની સેવામાં કારગર નીવડે તથા ખાતમુહૂર્ત કરેલા કામો ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે કુલ રૂ. 221 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ/ ખાતમૂહૂર્ત કર્યા. જેમાં રૂ. 176 કરોડના વિકાસકાર્યો અમદાવાદ મહાનગરપાલીકાના અને રૂ.…