કપાલભાતિ

રીત :
પદ્માસનમાં અથવા સુખાસનમાં (પલાંઠી વાળી) બેસી ઉચ્છવાસ કરો. પછી અડધો શ્વાસ ભરી ઝડપથી (30 સેકન્ડ માં 60 વાર) શ્વાસપ્રશ્વાસ કરવો. શ્વાસ લેતી વખતે પેટ બહાર આવે છે અને ઉચ્છ્વાસ કાઢતી વખતે પેટ અંદર જાય છે. ક્રિયા શરૂ કરતા પહેલા મુલબંધ લગાવવું.

ફાયદા :
1. કપાળ તથા ચહેરાની ચમક વધે છે. મસ્તકના અંદરના અવયવોની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
2. નાસિકા, શ્વસનમાર્ગ તથા ફેફસા શુદ્ધ થાય છે.
3. પાચન ક્રિયામાં સુધારો થાય છે.
4. પેટના સ્નાયુઓની તાકાત વધે છે.
5. ક્ષય રોગમાં રાહત થાય છે.
6. ચામડીના વિકાર દૂર થાય છે.
7. અનાવશ્યક ચરબી ઘટે છે.