“પીડિતાનો મૌન ભર્યો સવાલ”

કોઈ હતો ઉચ્ચા દરજ્જાનો તો વળી કોઈ રખડુ,
બોલી ના શકી કોઈ સામે કે સમજી ના શક્યું કોઈ,
ગઈ છેક કોર્ટ સુધી તો ત્યાંયે આરોપીઓએ કરાવ્યો મેળ,
કાપ્યા અંગ-ઉપાંગ આમ પણ ક્યાં હું જીવી શકવાની હતી,
ક્યાંક જંગલમાં તો ક્યાંક કોઈ ખેતરને ખૂણે, 
ક્યાંક ઘરમાં તો ક્યાંક વળી કોઈ ફાર્મ હાઉસમાં,
પિંખતી રહી કાયા’ને એ રાક્ષસો મોજ કરતા રહ્યા,

એક દુપટ્ટો ઉડી જતો તોય ભરબજારે નીચું જોયા જેવું થતું,
આજે તો કાયા રહી ગઈ એ નરાધમો પાસે આત્મા ઉડી ગઈ,
ક્યારેક ભોળવીને તો ક્યારેય નશીલા પદાર્થો આપીને,
ક્યારેય પોતાના જ ગણીને તો ક્યારેક દીકરી કે પત્ની સ્વરૂપે,
શરીર તો એકનું એક જ રહ્યું’ને સામે સૌ બદલાતા રહ્યા,
નહોતું પેર્યું એવું કપડું કે કોઈનું મન પણ લોભય,
સાડીને ડ્રેસમાં પણ આ કાયા ખૂબ બેરહેમીથી ચુંથાઇ,

આમ પણ ક્યાં સમાજ સમક્ષ પીડિત તરીકે ઉભું રહેવાની હિંમત હતી,
કે હાથપગ અને જીભ કાપવાની જરૂર પડી એ રાક્ષસોને,
ડર લાગે છે આવતે જન્મે દીકરી સ્વરૂપે અવતાર ધારણ કરતા,
મા બાપે પેટે પાટા બાંધીને ડોક્ટર, વકીલ, કે પછી કોલેજ કરાવી હતી,
નહોતું કદી મર્યાદાનું ઉમરું પણ ઓળંગ્યું જીવતે જીવ,
ક્યારે શુ બની ગયું કેમ બની ગયું એનો તો સમય જ સાક્ષી બની ગયો,
ચીસો પડતી રહી એ ચુથતા રહ્યાં આંસુ વહેતા રહ્યા’ને એ હસતા રહ્યા,
હું પણ કોઈની દીકરી, બેન, માં હતી જેમ એ રાક્ષસોને હશે,

શુ નિહાપા આપું કે જા તારી બેન દીકરી સાથે પણ આવું થાય?
ભલે ને બેન, માં હોય એની આખરે તો એ પણ મારી જેમ સ્ત્રી જ હતી,
ઘણાં ઉપાયો હતા એની પાસે જો એનું પુરુષત્વ છલકાઈ જતું હોય તો,
કોઈના કાળજાના કટકા સાથે કંઈ આવું કરાતું હશે?,
સજા-એ-મોત હોય તોય ટૂંકી પડે એ સજા મારા જીવનના બદલે,
એને ભર બજારે અંગો કાપીને ઉઘાડા ફેરવજો,
જે ગુપ્તાંગનું એને જોર હતું એને કાપી નાખજો,

ભલે હોય એ કોઈનો દીકરો,
ભાઈ કે પછી બાપ, સગીર યુવાન કે પછી વૃદ્ધ કેમ ના હોય,
એણે મારી ઉંમરની પરવાહ કરી હતી કે આપણો કાયદો એની ઉંમર તપાસે,
જેટલી પીડા સહી હતી એના વ્યાજ સાથે એને સજા આપજો,
જેથી કોઈની બેન, દીકરી કે પછી માં આ ઘટનાનો ભોગ ના બને,
દરેક પુરુષને માથે કલંક લગાડનાર આવા પુરુષોને શોધજો,
શું મારા જન્મનો ઉદ્દેશ એ રાક્ષસોના શરીર નીચે દબાઇ જવા પૂરતો જ હતો?

ઘણાં બધા સ્વપ્નો જોઈને જીવનને રંગીન ચિત્ર બનાવ્યું હતું,
શું હતી મારી સાથે દુશ્મની કે એ ચિત્રમાં કાળા કલરના લીસોટા કરી નાખ્યા?,
મમ્મી….. એ… મમ્મી મારા સવાલોનો જવાબ દેને,
એય….. મમ્મી કંઈક બોલને….. બોલને… 
આ નારીને સંરક્ષણ આપનારા દેશમાં બળાત્કાર કેમ?’
ને આટલું બોલતાની સાથે જ જાણે પ્રાણ પંખીડું ઉડી ગયું’ને રહી ગઈ અપવિત્ર કાયા,
ભોગવ્યું શરીરે અને આત્મા વિખૂટો પડી ગયો,
ફરી મળે જન્મ તો ઇચ્છીશ પશુ બનવું,
આ માનવને પ્રભુએ બુદ્ધિ આપી એમાં કેટલાયે હોમાય છે…..A+

અંકિતા મુલાણી