આપણી જુની chats

હું ઘણીવાર આપણી જૂની chats ને આમ જ કોઈ વાર વાંચું છું અને હમેશાં શરૂ થી શરૂ કરું છું.
એ પહેલો મેસેજ! આપણે એકબીજાથી બિલકુલ અજાણ્યા હતા, હે ને! વાતોની શરૂઆત “hi” થી થયા કરતી અને “I hope I am not disturbing you” વાળી ફોર્માલિટી થતી હતી. મને તો એવું જ લાગે જાણે પોતાનુ લખેલું પુસ્તક ખોલીને વાંચું છું. એ વાતોમાં થોડો થોડો ખુદને શોધું પણ થોડો થોડો તને મેળવી લેતો. આપની chats આપના સંબંધનો અરીસો હતો. તને યાદ છે, એ રાત રાતભર જાગીને કરેલી વાતો, કાલ મળવાના છીએ એની પ્લાનિંગ વાળી વાતો, કોઈ ઝઘડો પૂરો થયો પછી એકબીજાને મનાવા વાળી વાતો, “bye” કહેતા પહેલા કલાક કલાક “goodbye” વાળી વાતો, તું ખિજાઈ હોય પછી કરેલી વાતો. દરેક લખેલા શબ્દમાં હું ખુદના ભુતકાળથી વર્તમાનની નજીક આવતો જાવ છું. પરંતુ જેમ જેમ આ વાતો આગળ વધે છે એમ એમ એક અહેસાસ થાઈ છે મને, અહેસાસ એ વાતનો કે દરેક શબ્દ સાથે તું અને હું આપણાં “last text” ની નજીક આવી રહ્યા છીએ.     

અમુક વર્ષો પછી, એક નાની ગેરસમજણ ના કારણે : 
આ વખતે પણ આપણી “chats” આપણાં સંબંધનો અરીસો છે.  તારા મેસેજનો રિપ્લાઇ હું કલાકો સુધી ના આપું, જ્યારે આપણે વાત કરીએ તો વાત “k” અને “hmm” આપના મનપસંદ શબ્દો બની જાય. ઘણું બધુ કહેવા માટે છે પણ છતાં ચૂપ છીએ. અંતે આપણામાંથી એક એ કહી દે જે આપણે બન્નેને ખબર છે, “let’s end this”.  પણ આ એ કહાની છે જેનો અંત હું જાણું છું, છતાં એ કહાનીને પૂરી રીતે જીવવા માંગુ છું. એ શબ્દોને ફરી ફરી વાંચવા માંગુ છું કારણ કે એ કહાની ખૂબસૂરત છે.  અને હા, એ “last text” આપણી કહાનીને અંત નથી આપતો, ફરીથી બનાવા પ્રેરે છે.   

સુનિલ ગોહિલ