શુ જીવનમાં આવતી દરેક નબળી પરિસ્થતિમાં સકારાત્મક રહી શકાય..?

 જીવન.. સાહેબ જીવન એ છુક છુક ગાડી જેવું છે. ગાડી છુક છુક કરતા ચાલે ને જીવન બૂમો પાડતા પાડતા. જેમ છુક છુક ગાડી ફાસ્ટ ચાલે, ધીરે ચાલે, ઘણા લોકો એમાં આવે ઘણા લોકો એમાંથી જાય, જીવન નું પણ કંઈક આવું જ છે..!

હવે આવીયે આજના મુદ્દા પર તો નબળી પરિસ્થતિ. સાહેબ આ ભાગલા કોને પાડ્યા? સારી પરિસ્થિતિ ને નબળી પરિસ્થતિ? આપણને ગમતું થાય એટલે પરિસ્થતિ સારી જીવન સારુ ના ગમતું થાય એટલે પરિસ્થિતિ ખરાબ જીવન ખરાબ.? જો આપણા વિચારો પણ આવા જ હોય તો આપણે જીવન ને સમજવામાં ક્યાંક થાપ ખાઈ રહ્યા છીએ. કારણ કે ઉપરવાળો પણ કલાકાર છે એને ખરાબ છે કે આપણને ક્યારે કંઈ પરિસ્થતિમાં રાખવા. નહીંતર એને પણ કોઈ યાદ ના રાખે. આ તો થઈ મજાક ની વાત પણ દરેક પરિસ્થિતિ આપણે કંઈક શીખવાડી જાય છે એને છૂપો માસ્તર પણ કહી શકાય. કારણ કે ઉપરવાળો નથી દેખાતો એનો આજ કારણ છે કે એ ક્યારેય સામે આવી ને કંઈ શીખવાડતો નથી પણ એ આવો માહોલ બનાવે છે કે એમાંથી આપણને કંઈક શીખવા મળે છે જેને આપણે નબળી પરિસ્થિતિનું ટેગ આપીયે છીએ. હવે તમે જ કહો આ વ્યાજબી કહેવાય..? 

નબળી પરિસ્થિતિમાં સકારાત્મક બનવું એના કરતા એ પરિસ્થિતિને જ સકારાત્મક રીતે લઈએ તો..? ઘણા ને એવુ પણ લાગશે કે આ બધી વાતો લખવામાં ને વાંચવામાં સારી લાગે પણ ખરેખર આને જીવનમંત્ર બનાવી જીવન જીવવામાં આવે તો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિથી કોઈજ ફરિયાદ નહિ રહે અને જીવન આનંદાયી આગળ વધતું રહેશે. 

હવે સવાલ આવે કે સકારાત્મક બનવું કઈ રીતે?? તમારી આસપાસ થતી દરેક પ્રવૃત્તિ જે તમારા જીવન સાથે જોડાયેલી હોય કે ના હોય એને સકારાત્મક રીતે જોવાનો પ્રયત્ન કરો. તમારી સાથે કંઈ નકારાત્મક બની રહ્યું હોય તો એમાં પણ કંઈક સકારાત્મક શોધવાનો પ્રયત્ન કરો. નકારાત્મક વાતો, નકારાત્મક સમાચાર, નકારાત્મક વિચારો ધરાવતા વ્યક્તિઓથી દુરી બનાવી રાખો. એમની નકારાત્મકતા તમારા પર હાવી ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખો. એક વાર સાહેબ આદત પડી જશે ને સકારાત્મક રહેવાની તો દુનિયાની કોઈ તાકાત તમને નકારાત્મક બનાવી નહિ શકે. બસ સકારાત્મક બનવાની શરૂઆત તો કરો..!

આશા રાખું કે આજનો આ ટોપિક તમને ગમ્યો હશે .

– અલ્પેશ પ્રજાપતિ