અમદાવાદ ટપાલ વિભાગ બધા જ પેન્શન ધારકો (80 વર્ષથી વધુની ઉંમર વાળા) ને તારીખ 1/10/20200 થી 31/12/2020 સુધી જ્યારે (80 વર્ષથી ઓછી ઉંમર વાળા)ને તારીખ 1/11/2020 થી 31/12/2020 સુધી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે અરજી કરવાની અપીલ કરે છે. આ સુવિધા ગુજરાત સર્કલની તમામ 33 હેડ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે.
પેન્શન ધારકોએ નીચે જણાવેલા દસ્તાવેજો સાથે નોંધણી કરવા માટે નજીકના હેડ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા વિનંતી છે
1. પીપીઓ નંબર
2. આધાર નંબર
3. બેંક ખાતાનો નંબર
4. ઓટીપી માટે મોબાઈલ ફોન.