પદ્માસન

રીત : પલાંઠી વાળીને પગ એક-બીજા પર ચઢાવીને બે હાથને સાથળ પર મુકવા. ડોક તથા કરોડ સીધા રાખી ટટ્ટાર બેસવું.

સાવચેતી : પગમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા દર્દ થતું હોય તો જાણકારની મદદ લેવી.

ફાયદા :
પગના અનેક પ્રકારનાં સાંધાના દર્દ નષ્ટ થાય છે.
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કાર્યક્ષમ બને છે.
ભૂખ વધે છે.
અનિદ્રા દૂર થાય છે.
વધારાનું વજન ઘટે છે.
શરીર સપ્રમાણ બને છે.
કબજિયાતમાં પણ ફાયદાકારક છે.
યૌન નાડીઓનું સંતુલન સારી રીતે થાય છે.