સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળ પર ‘નો પ્લાસ્ટિક ડે’ નું આયોજન

વર્તમાન માં પશ્ચિમ રેલ્વે પર સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અમદાવાદ મંડળ પર “નો પ્લાસ્ટિક ડે” નું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને હતોત્સાહીત કરીને અને નિયંત્રિત કરવાનો છે.

     મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ માહિતી આપી હતી કે રેલવે સ્ટેશનો અને પરિસરો તથા રેલ્વે કોલોનીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ખતરા થી યાત્રીઓ અને રેલ્વે કોલોનીના રહેવાસીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે.  આ સમય દરમિયાન, પ્લેટફોર્મના સ્ટોલ વિક્રેતાઓ અને કેન્ટિન સંચાલકોને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.  રેલ્વે પ્રશાશન દ્વારા રેલવે કોલોનીઓ માં રહેતા અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અને તેની જગ્યાએ ફરીથી વાપરી શકાય તેવી બેગ  વાપરવાની સલાહ આપવામાં આવી છે. ભીના અને સુકા કચરાની સાથે પ્લાસ્ટિકના કચરા નિકાલ માટે પણ અલગ ડસ્ટબિન લગાવવામાં આવ્યા હતા.

     વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા પ્રબંધક શ્રી ફ્રેડરિક પેરિયત એ જણાવ્યું હતું કે આ પ્રસંગે,વિભાગ દ્વારા પ્લાસ્ટિક મેનેજમેન્ટ પર વર્ચુઅલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં શ્રીમતી શ્રેયા સુધિર સિનિયર એક્ઝિક્યુટિવ બિસ્લેરી ઇન્ટરનેશનલ દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગથી વધતા જોખમો વિશે માહિતી આપી હતી અને તેના યોગ્ય નિકાલ અંગે  મંતવ્યો વ્યક્ત કર્યા હતા.અમદાવાદ સ્ટેશન પર મુસાફરોને એનાઉન્સમેન્ટ દ્વારા પ્લાસ્ટિકની બોટલના નિકાલ માટે ક્રશર મશીનનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે મંડળ પર અત્યાર સુધીમાં 3 ટન પ્લાસ્ટિક કચરો,8 ટન સુકો કચરો અને 13 ટન ભીનો કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.