સેલ્ફ મેઈન્ટેનન્સ

Self Maintenance..!હા, શબ્દ થોડો અજુકતો લાગશે કારણ કે આપને મશીનોના maintenance વિશે સાંભળેલું છે મન માણસના maintenance વિશે ક્યારેય સાંભળ્યું નથી. જેમ મશીનો નું maintenance કરવામાં ના આવે તો એની ઉત્પાદકતા ઘટે છે એમ માણસોનું maintenance કરવામાં ના આવે તો માણસોની કાર્ય ઉત્પાદકતા ને અસર પડે છે. એટલે માનો કે ના માનો પણ Maintenance કરવું એ જરૂરી તો છે જ..!

હવે Self Maintenance એ બે પ્રકાર ના હોય છે Physical self Maintenance અને Mentally self Maintenance..! Physical maintenance ની વાત કરવામાં આવે તો માણસે રોજ સવારે વહેલા ઉઠી ને કસરત, પ્રાણાયામ, યોગ જેવી કસરત દ્વારા self maintenance કરવું જોઈએ આને Daily self Maintenance પણ કહી શકાય..! બીજું છે Mentally self maintenance. તો આ self maintenance ની અંદર તમારા મન ને આનંદિત કરે, પ્રફુલ્લિત કરે, નકારાત્મક  વિચારો માંથી બહાર કાઢે, સકારાત્મક વિચારો આવે ને રિલેક્સ થઈ શકાય એવી એકટીવિટી કરવી. જેમાં Drawing, painting, swimming, gaming, touring, movies, dance, writing, reading, photography જેવી તમારી મનપસંદ કોઈ પણ એકટીવીટી કરી શકો છો જેથી મન આનંદિત અને પ્રફુલ્લિત રહે. આ maintenance weekly કે Monthly કરી શકાય..!

હવે વાત કરીયે કે self Maintenance કેમ જરૂરી છે..? તો આપણા શરીર ને એકટીવ રાખવા માટે એને કામ કરતુ રાખવા માટે શારીરિક વ્યાયામ જેવી પ્રવૃતિઓ કરવી જરૂરી છે. જેથી તમારું શરીર કોઈ એક બાજુ થી જકડાઈ ના જાય. શારીરિક વ્યાયામ એ તમારા શરીર માટે oiling અને greasing જેવું કામ કરે છે જેથી તમારું શરીર હંમેશા સ્મૂથ રહે. પરંતુ માણસના શરીર પર control એના મગજ ને હૃદય નો હોય છે તો આ બંને નું યોગ્ય મેઇન્ટેનન્સ થવું પણ જરૂરી છે. કારણ કે માનવ શરીર સતત કામ કરવાથી થાક નો અનુભવ કરે છે અને થાક એ બે પ્રકાર ના હોય છે માનસિક થાક ને શારીરિક થાક. શારીરિક થાક આરામ થી દૂર કરી શકાય છે પણ માનસિક થાક માટે શુ..?  એના માટે તમને ગમતી અલગ અલગ પ્રવૃતિઓ કરી ને તમારા મનને હળવું કરી ને aa થાક પણ દૂર કરી શકાય છે અને એટલા માટે જ mentally maintenance પણ એટલું જ જરૂરી છે..

યોગ્ય સમય પર દરરોજ આ પ્રકારના self maintenance કરવામાં આવે તો તમારી શરીર અને મન બંનેની કાર્ય ઉત્પાદકતા વધી શકે છે. વધારાનો બોજ મગજ પર રહેતો નથી અને મન હંમેશા આનંદિત રહે છે જેની સીધી અસર તમારા સ્વભાવ ને તમારા સબંધો પર પડે છે. તો હવે તમે જાતે જ નક્કી કરો કે તમે આમાંથી કોઈ પ્રકાર નું self maintenance કરો છો કે નહિ? અને કરો છો તો યોગ્ય સમયાંતરે કરો છો કે નહિ? યોગ્ય સમયાંતરે self મેઇન્ટેનન્સ નહિ કરો તો તમારું શરીર અને મન બંને જકડાઈ જવાની પુરેપુરી સંભાવના છે. અને એવું પણ કહેવાય છે કે જેનું regular maintenance થાય એની life line પણ વધે છે..!

આશા રાખું કે આપને આજનો આ Topic ગમ્યો હશે. અહીં રજુ કરેલા બધાજ વિચારો મારાં પોતાના છે, તો હવે ફરી મળીશુ નવા કોઈ topic સાથે, ત્યાં સુધી.. Stay Home – Stay Safe.. 

અલ્પેશ પ્રજાપતિ