અધોમુખ વજ્રાસન

રીત : વજ્રાસનમાં હાથ જોડી બેસીને શ્વાસ ભરવો. શ્વાસ ભરતા ભરતા હાથ ઉપર લઈ જવા. શ્વાસ છોડતાં છોડતાં આગળ ઝૂકવું. હાથ આગળ જમીન પર મુકવા. હાથને ઢીલા છોડવા. કપાળ જમીનને સ્પર્શ કરવાની કોશિશ કરવી. સાધારણ શ્વાસોશ્વાસ ચાલુ રાખીને આ આસનમાં 30 થી 60 સેકન્ડ રહેવું.

ફાયદા :
મનને શાંત કરી ચિંતા હળવી કરે છે.
સાથળ ની ચરબી ઓછી કરે છે.