દિકરી કરી લગન હવે જવાની

દિકરી થઈ મારી મોટી આવી વાત એના લગનની,
કયા છુપાવું હરખ મારુ, કયા છુપાવું મારુ દુ:ખ,
દિકરી કરી લગન હવે જવાની.


દિવસો પડે મને ઓછા મારી લાડો સાથે વિતાવા,
કયા છુપાવું કપડાં એના, કયા છુપાવું એના રમકડાં,
દિકરી કરી લગન હવે જવાની.

યાદ કરું એ પાપા – પગલી ને અડકો – દડકો,
કયા છુપાવું હંસી એની, કયા છુપાવું એની વાતો,
દિકરી કરી લગન હવે જવાની.

માથે બેસી મેળો ફર્યા ને સાથે બેસી કરી મસ્તી,
કયા છુપાવું હંસી એની, કયા છુપાવું મારી હંસી,
દિકરી કરી લગન હવે જવાની.

વિદાય આપું હિંમત કરી હસતાં મોઢે તને વળાવું,
કયા છુપાવું આસું મારા, કયા છુપાવું તારી યાદો,
દિકરી કરી લગન હવે જવાની.

– સુનિલ ગોહિલ