કીડી કંઈક શીખડાવી ગઈ

બે કીડી હતી. એક લાલ કીડી હતી અને બીજી કાળી કીડી હતી. તે બન્નેને એક રસ્તો આપવામાં આવ્યો. જે રસ્તાને ગોળ થી ભરવામાં આવ્યો હતો. તે બન્નેને ગોળ ઉપાડતું જવાનું. જેની પાસે છેલ્લે વધારે ગોળ હશે તે જીતશે. તે બન્નેને તે ગોળને વધુ ભેગું કરવા માટે તેમને એક બેગ આપવામાં આવ્યું. લાલ કીડી અને કાળી કીડીની વચ્ચે દોડ શરૂ થઈ. તે બન્ને ઝડપથી ગોળ ઉપાડીને બેગમાં નાખતા ગયા. તે લોકોને અચાનક ખબર પડી કે તે લોકોના બેગમાં એક નાનું કાણું છે. કાળી કીડી છતાં પણ તે ગોળ બેગમાં નાખતી ગઈ એ ખબર હોવા છતાં કે બેગમાં કાણું છે જ્યારે કે લાલ કીડી બેગમાંથી ગોળ પડી રહ્યું છે તે જોઈને તે પાછળ જવા મંડી તે ગોળને ફરી લેવા માટે. અને કાળી કીડી બસ આગળ જતી રહી એ ભૂલીને કે પાછળ શુ થઈ રહ્યું છે. છેલ્લે તે અંતે સુધી પહુચી ગઈ. જો કે તે જલ્દી જલ્દી ગોળ ભેગું કરી રહી હતી, તેથી તેના બેગમાં ગોળ તો ઘણો હતો. જ્યારે કે લાલ કીડીના બેગમાં કઈ નહોતું. કારણ કે તે પાછળ જોઈને ચાલી રહી હતી જેનાથી તે ધીમી પડી ગઈ હતી અને ગોળ તેના બેગમાંથી સરકવા મંડયું.    મિત્રો, આપણા જીવનમાં કંઈક આવું જ થાય છે. જો આપણાથી કઈ ભૂલ થઈ હોય તો આપણે પાછળ નહિ જોવાનું.  ભૂતકાળને ભૂલી જવાનું. અને આગળ શું છે અને શું થઈ શકે છે તે જોવાનું. તેનાથી આપણે આપણી ભૂતકાળની ભૂલોને સુધારી શકીએ છીએ. જો આપણે પાછળ જોવા જઈશું તો આગળ શું છે તે દેખાશે જ નહીં અને આપણે તેને લઈ નહિ શકીએ, અને છેલ્લે આપણી પાસે કઈ નહિ રહે, ભૂતકાળની ભૂલો સિવાય. તેથી હમેશા આગળ જ જોવાનું. ભૂતકાળને ભૂલી જવાનું. પાછળ કદી નહિ જોવાનું.


– નિતી સેજપાલ, “તીતલી”