અહેસાસ

“નિયતી ” ની નિયતી  નીલ (-) રહેશે.. !!?
કે “નિયતી”  ની નિયતીમાં “નીલ” રહેશે …!!?

       વાત છે નિયતીની, આજે સાંજથી તે ખૂબ અપસેટ હતી, વારેવારે ફોન નુ નોટિફિકેશન ચેક કરતી હતી, રોજ સાત વાગ્યાથી મેસેજ ચાલુ કરનાર નીલ નો આજે સાડા આઠ થવા આવ્યા પણ કોઈ મેસેજ કે ફોન ન હતો પાછો આજે તે કોલેજ પણ નહોતો આવ્યો, અંતે નિયતી એ જ ફોન કર્યો પરંતુ આ શું.. બે રીંગ માં ફોન કટ.. બીજી ટ્રાય કરી તો સ્વિચ ઓફ..!! હવે તો નિયતી ને બિલકુલ અજીબ લાગ્યું.. કેમ કે એ જાણતી હતી કે નીલ કોઈ દિવસ કોઈ નો ફોન ઈગનોર કરેજ નહીં.. અને આજે કોલેજમાં, મેસેજમાં, ફોન કોલમાં પણ એની ગેરહાજરી..!! હવે તો નિયતીનુ મન ઉદાસ થઈ ગયું. 

      ત્યાં તેની મમ્મી એ જમવા બોલાવી, ઈચ્છા તો ન હતી પણ ના પાડે તો મમ્મી પપ્પા ના સવાલો ઊભા થાય અને તે અત્યારે કોઈ જવાબ આપવા ના મૂડમાં ન હતી, માટે જમવા તો ગઈ પણ તેના પપ્પા ને ખ્યાલ આવી ગયો. એમણે તરત જ પુછ્યું કે કેમ આજે મારી ચીડિયા ઉદાસ છે ?? પણ પોતે કહી દીધું કે કોઈ ખાસ નહીં પણ થોડુ સીરદર્દ છે. આમ કહીને વાત ટાળી.. જમ્યા પછી મમ્મી એ કહ્યું તુ આરામ કર હું મેનેજ કરી લઈશ .એટલે તરત નિયતી રૂમમાં આવી ગઈ. 

      ફ્રેશ થઈ બેડ ઉપર બેઠી કે તરત જ એને ફરી ફોન કર્યો પરંતુ સ્વિચ ઓફ.. એને ફોન મૂકી દીધો અને ન જાણે એ  ભૂતકાળમાં ખોવાઈ ગઈ. એની નજર સામે એ થર્ડ ઈઅર ના પહેલો દિવસ થી રીલ ચાલુ થઈ, 

       કોલેજના પહેલા દિવસે નવા સ્ટુડન્ટ ને જોવાની જિજ્ઞાસા એ બધા જ સ્ટુડન્ટ કેમ્પસમાં હતા. નિયતી અને તેનુ ગૃપ પણ ત્યાં હાજર હતુ, ક્લાસ ચાલુ થવામાં થોડો સમય હતો ત્યારે એક બાઈક કેમ્પસમાં દાખલ થઈ, જાણે કોઈ ફિલ્મ નો હીરો પણ શું લાગે એવો હેન્ડસમ, સ્માર્ટ, કોલેજીયન દાખલ થયો,, હજુ બધા સરપ્રાઈઝ હતા ત્યાં જ એને આવી કહ્યુ, હાઈ આઈ એમ નીલ મહેતા, ન્યુ એડમિશન, થર્ડ ઈઅર ,પ્લીઝ હેલ્પ મી, વેર ઈઝ થર્ડ ઈઅર બી કોમ કલાસ?? 

        બસ નિયતી એને સાંભળતી જ રહી ગઈ, કંઈક આકર્ષણ હતુ એના અવાજ માં, નિલે જવાબ ના બદલામાં થેંક્સ કહ્યુ એ પણ નિયતી ને ધ્યાન ન રહ્યું.. એવું ન હતું કે નિયતી દિલ ફેક આશિક હતી.. આવું પ્રથમ વખત જ બન્યુ હતું.. નિયતી પણ દેખાવ માં ખૂબ જ સુંદર હતી એનું વર્ણન હું શું કરૂ..!! તમારી સ્વપ્ન સુંદરી, ડ્રીમ ગર્લ જ સમજી લ્યો. નીલ ને પણ પ્રથમ નજરે ગમી ગઈ હતી.. પણ એ પછી બંને વચ્ચે કોઈ વાતચીત તો નહોતી થઈ પણ બંને જ્યારે આમને સામને આવે ત્યારે હાસ્ય ની આપ લે કરી લેતાં.. 

  વીક તો જોત જોતામાં પુરૂ થયુ.. રવિવારે સવાર થી નિયતી ને કંટાળો આવવા લાગ્યો.. તે બજારમાં થોડી ખરીદી કરવા અને ફ્રેશ થાવા નિકળી ગઈ.. પણ આ શુ.!! પાછી ફરી ત્યાં ફળિયામાં નિલનુ બાઈક. એનુ દિલ એક ધભકારો ચુકી ગયું. સાથે બીજી એક બાઈક પણ હતી, તે ધડકતા હ્દયે અંદર ગઈ, આવો અનુભવ તો ક્યારેય બોર્ડ એક્ઝામ કે રિઝલ્ટ સમયે પણ નહોતો થયો.

     તે અંદર ગઈ એટલે તરત જ એના પપ્પા બોલ્યા આ જો નિયતી કોણ આવ્યું છે..!?? અરે તુ નહીં ઓળખે હું જ કહી દવુ આ પરમ મિત્ર રાજેશભાઇ મહેતા, મારા માટે કૃષ્ણ અને હું  એમનો સુદામા.. આ એમનો સન છે નિલ, તારી કોલેજમાં જ છે.. તરત નિયતી નીલ ના મમ્મી પપ્પા ને પગે લાગી અને નિલ બોલ્યો એક કોલેજ નહીં એક કલાસ માં જ છીએ. 

     આખો દિવસ નીલ તેના મમ્મી પપ્પા સાથે નિયતી ના ઘરે જ રોકાઈ ગયા, અને સાંજે તો રાજેશભાઇ એ કહી પણ દીધુ કે મારો આ બિઝનેસ, બેન્ક બેલેન્સ, પ્રોપર્ટી નીલ ની જ છે, આ વર્ષે ભણવાનું પૂર્ણ થાય એટલે બિઝનેસ મા સેટલ કરી દેવો છે જો તમને બધાને વાંધો ન હોય તો હું નિયતી ને.. નિયતી નીલ મહેતા બનાવવા ઈચ્છુ છું.. આ સાંભળીને  નીલ અને નિયતી સિવાય ના ત્રણે વ્યક્તિ બોલી કે તમે તો અમારા મન ની વાત કરી.. બધા એ નિયતી સામુ જોતા તે શર્માઈ ને બીજા રૂમમાં જતી રહી.. એટલે મૂક સંમતિ મળી ગઈ, અને નીલ તો આ કોઈ સ્વપ્ન તો નથી ને એ વિચારવામાં રહ્યો તો રાજેશભાઇ બોલ્યા કે તને પસંદ ન હોય તો રહેવા દે.. આ સાંભળીને તે ઝડપથી બોલી ગયો ના ના મને તો બહુ ગમે છે, તો બધા હસી પડ્યા તો નીલ પણ ઊઠી ને  જતો રહ્યો .. 

     આમ સર્વ સંમતિ એ બંને ની સગાઈ કરી નાખી .આમ ને આમ ખુશી માં ને ખુશીમાં  દિવસો પસાર થતા ગયા અને તે

ખૂબ મસ્તી થી જીવવા લાગી. ઓચિંતા જ તે પોતાના વર્તમાનમાં પાછી ફરી.. એને જોયુ હજુ નેટ બંધ હતુ, પોતે પથારી માં આડી પડી પણ આજે એને ઊંઘ જ ન આવી, છેક મળસ્કા એ આંખ બંધ થઈ ત્યાં આલાર્મ વાગ્યો, કોલેજે જાવ કે રજા રાખુ એ વિચારતા વિચારતા તે ફ્રેશ થઈ નીચે ગઈ .હજુ ચા નો કપ હાથમાં લીધો ત્યાં નિયતી ના પપ્પા ના મોબાઈલ ની રીંગ વાગી, સ્ક્રીન પર રાજેશ મહેતા ચમક્યુ.. ફોન રિસિવ કરતા જ નિયતી ના પપ્પા ના ચહેરા નો રંગ ઊડી ગયો.. અને ફોન પણ કટ થઈ ગયો.. ફરી ટ્રાય કરી તો બિઝી, બીજા નંબર સ્વીચ ઓફ, ફોન મુકી નિયતી ના પપ્પા બોલ્યા બેટા, આજે હું માણસ ઓળખવા માં ખોટો પડ્યો, નિયતી ના માથે હાથ મુકી રડમસ અવાજે એક પિતા એટલું જ બોલી શક્યો ” બેટા મારી નિયતી ની નિયતી રિસાણી છે, નિલ ને કોઈ કારણોસર આ સંબંધ મંજૂર નથી ” નિયતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી, એના મમ્મી થી પણ રડી પડાયુ, અને એક બાપ ના દિલના અરમાન ના ચૂરા થઈ ગયા .

    થોડી વાર પછી નિયતી ના મમ્મી એ કહ્યું કે ચાલો ને આપણે એક વખત રુબરૂ જઈ આવી એ, આ વાત ત્રણેય ને યોગ્ય લાગી, ત્રણેય વ્યક્તિ ફ્રેશ થઈ નિલના ઘરે જવા નીકળ્યા ત્યારે નિઃશબ્દતા છવાયેલી હતી, સૌ પોત પોતાના માં ખોવાયેલા હતા, નિલના ઘરે પહોંચ્યા, પણ આ શુ…!!!???   નિલના ઘરે તાળુ. !!! પડોશી એ જણાવ્યું કે તેઓ વહેલી સવારે જ આ શહેર છોડી દીધું છે, ત્યાથી પાછા ફરવુ ખૂબ અઘરું લાગ્યું . 

     દુઃખ ની ખબર તો એને જ પડે, વ્હાલા જેને દુઃખપડે ,બાકી ના શું જાણે દર્દની રીત.. બધા નિયતી ને ખૂબ સમજાવતા કે તું નીલ ને ભુલી નવી શરૂઆત કર, પણ નિયતી નો એક જ જવાબ રહેતો કે,  

‘સંજોગો જે કહે તે, મારા દિલ નો અહેસાસ કંઈ ઓર છે, 
મુખની ભાષા ગમે તે હોય પણ નિલના દિલની ભાષા કંઈ ઓર છે ‘

       આમ ટી. વાય પુરુ કરી તે મન ને વ્યસ્ત રાખવા વૃધ્ધાશ્રમમાં જવા લાગી, સંસ્થા ના કામમાં મદદ કરવા લાગી, તે બધા ની ખૂબ કાળજી લેતી, તે બધાની પ્રિય થઈ ગઈ,એક દિવસ ત્યાં ના એક વૃધ્ધ મહિલા જે ને બધા રાધાબા કહેતા તેના પેટ માં ખૂબ દુઃખાવો થવા લાગ્યો, ઈમરજન્સી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા, ઈન્જેક્શન થી દુઃખાવો બેસી ગયો, પણ ડોક્ટરે થોડા ટેસ્ટ કરાવ્યા અને રિપોર્ટ માં આવ્યુ પહેલા સ્ટેજનુ કેન્સર, પણ ડોક્ટર નુ કહેવું હતું કે જો બોમ્બે લઈ જવામાં આવે તો ત્યાં સ્પેશિયલ હોસ્પિટલ છે અને સંસ્થાના કાગળને લીધે ખર્ચ પણ ઓછો થશે, 

      હવે વાત એ હતી કે રાધાબા સાથે બોમ્બ જશે કોણ..? તો નિયતી નું કહેવું હતું કે આમ પણ મારે તો સેવા કરવી છે અને સમય જ પસાર કરવો છે તો હું રાધાબા સાથે જવા તૈયાર છું, બે દિવસ પછી જરૂરી તૈયારી કરી રાધાબા, નિયતી અને સંસ્થાના વડિલબંધુ અમૃતભાઈ બોમ્બે જવા રવાના થયા, જેમ જેમ બોમ્બે નજીક આવતુ ગયુ તેમ તેમ નિયતી ને અજબ અહેસાસ થવા લાગ્યો, એનુ દિલ ખૂબ જોરથી ધડકવા લાગ્યું.

    જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે સવારે દસ વાગ્યા હતા, રિસેપ્શન ટેબલ પર જરૂરી કાર્યવાહી કરતા હતા ત્યાં જ એની દ્રષ્ટિ રાજેશભાઇ ઉપર પડી, પણ આ શુ આટલા છ સાત મહિના ના ટુંકા સમય છતાં એને અંકલ બદલાયેલા લાગ્યા, એ અમૃતભાઈ ને ઊભા રહેવા નુ કહી નીલ ના પપ્પાનો પીછો કરતા એક રૂમ સુધી પહોંચી ગઈ હવે એનુ હૃદય એટલું જોશથી ધડકવા લાગ્યું કે ક્યાંક હૃદય બ્લાસ્ટ થઈ જશે, એને ધડકતા હ્દયે રૂમ ને ધક્કો માર્યો તો આ શુ..!!?? સામે બેડ પર નિસ્તેજ ચહેરા સાથે નિલ સુતો હતો. તે અંદર દોડી ગઈ, તરત તો રાજુભાઈ દિગ્મૂઢ બની ગયા, પણ પછી નિયતી ના માથે હાથ મૂકી બોલ્યા, “માફ કર જે બેટા નિલ ને મગજ માં એક નાની ગાંઠ હતી, અને ડોક્ટરે ૫૦% ચાન્સ કહ્યા હતા અને નીલ ની ઈચ્છા હતી.. “વાત કાપતા નિયતી બોલી હું બધુ સમજી ગઇ પપ્પા હવે ફક્ત એ કહો કે નીલ ને હવે કેમ છે.?? 

     નિયતી ના પપ્પા સંબોધન થી જ રાજેશભાઇ હળવા થઈ ગયા, અને કહ્યું બેટા, ‘હી ઈઝ આઉટ ઓફ ડેન્જરસ ‘ પણ રિકવરી આવતા થોડી વાર લાગશે,નિયતીએ તરત કહ્યું હું રાહ જોવા તૈયાર છું અગર તમને વાંધો ન હોય તો. તરત જ રાજેશભાઇ એ એને ગળે લગાવી બોલ્યા આજે મારી દીકરી ની કમી પણ પૂરી થઈ ગઈ, તરત રાજેશભાઇ એ નિયતી ના મમ્મી પપ્પા સાથે ફોન પર વાત કરી અને નીચે ઉભેલા રાધાબા અને અમૃતભાઈ ને કાર્યવાહી માં મદદ કરી ત્યાં દવાના ઘેનમાંથી નિલ જાગ્યો અને નિયતી ને જોઈ કંઈ બોલે તે પહેલાં જ નિયતી એના હાથ ઉપર પોતાનો હાથ મૂકી એટલું જ બોલી કે “દિલના અહેસાસ ” શું આટલા સાચા હોતા હશે..!!  I am so happy.. and I proud of you.. really I am so lucky.. બધા ની આંખમાં આંસુ રોકાતા ન હતા, 

“નિયતી ની નિયતી આજે ખૂબ સુંદર રંગ લાવી છે.. 
નિલ ના નામની મહેંદી આજે ખાસ મહેક લાવી છે “

(જી વાંચકમિત્રો ઘણી વાર દિમાગ પાસે સો બહાના તૈયાર હોય છતાં દિલ માનવા તૈયાર ન હોય ત્યારે માનવુ કે નજરે જોયેલું કે સાંભળેલુ પણ ખોટું હોય શકે,  

– જાગૃતિ કૈલા