લદાખના પીઢ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ 26 સપ્ટેમ્બર, 2020ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહને મળ્યું હતું, જેમાં માનનીય થિકસે રિન્પોચે (પૂર્વ સાંસદ/રાજ્યસભા), શ્રી થુમ્પ્સ્તન ચેવાંગ (પૂર્વ સાંસદ/લોકસભા) અને લાકરુકના શ્રી ચેરિંગ દોરજે (પૂર્વ મંત્રી, જમ્મુ અને કાશ્મીર) સામેલ હતા. તેમણે લેહ અને લદાખની જનતા તરફથી રજૂઆતો કરી હતી. આ બેઠક દરમિયાન રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી જી કિશન રેડ્ડી અને રાજ્ય કક્ષાનાં યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજિજુ પણ ઉપસ્થિત હતા.
આ પ્રતિનિધિમંડળને ખાતરી આપવામાં આવી હતી કે, લેહ અને લદાખ વિસ્તારની ભાષા, વસ્તી, પરંપરા, જમીન અને રોજગારી સાથે સંબંધિત તમામ સમસ્યાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે. છઠા પરિશિષ્ટ હેઠળ રચિત બંધારણીય હિતો જાળવવા માટે જન આંદોલનના નેજાં હેઠળ લેહ અને લદાખ જિલ્લાઓમાંથી પ્રતિનિધિઓને સમજાવતા લદાખના બૃહદ પ્રતિનિધિમંડળ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય વચ્ચે એલએએચડીસીની રચનાના 15 દિવસ પછી સંવાદ શરૂ થશે. આ સંબંધમાં કોઈ પણ નિર્ણય લેહ અને લદાખના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને લેવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે, ભારત સરકાર લેહ અને કારગિલની એલએએચડીસીને સક્ષમ બનાવવા કટિબદ્ધ છે તથા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના લોકોના હિતો જાળવશે. આ ઉદ્દેશ માટે તમામ વિકલ્પોનો વિચાર કરવામાં આવશે.
ભારત સરકાર ભારતના બંધારણના છઠ્ઠા પરિશિષ્ટ અંતર્ગત ઉપલબ્ધ સુરક્ષા પર ચર્ચા કરે છે, જે લદાખના લોકો સાથે સંબંધિત સમસ્યાઓનો વિચાર કરે છે.
આ પ્રતિનિધિમંડળ એલએએચડીસી, લેહની ચૂંટણીનો બહિષ્કાર પરત ખેંચવા સંમત થયું હતું અને આ ચૂંટણીઓમાં સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી.