પ્રધાનમંત્રીએ શહીદ ભગતસિંહને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મા ભારતીના વીર સપૂત અમર શહીદ ભગત સિંહને જયંતી પર દિવ્ય કોટી-કોટી નમન. વીરતા અને પરાક્રમની તેમની ગાથા દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરણા આપતી રહેશે.