પ્રધાનમંત્રીએ શ્રી એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમનું અવસાન થતા શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શ્રી એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમના અકાળ અવસાનથી, આપણું સાંસ્કૃતિક વિશ્વ ખૂબ ગરીબ થઈ ગયું હોય એવું લાગે છે. સમગ્ર ભારતમાં ઘરે-ઘરે જાણીતા એવા, જેમનો મધુર અવાજ અને સંગીત દાયકાઓથી પ્રેક્ષકોને આકર્ષિત કરતો રહ્યો છે. આ દુ:ખની ક્ષણમાં મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”