અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ સ્પેશિયલ ડબલિંગ કાર્ય ને કારણે પરિવર્તિત માર્ગે થી ચાલશે

    ઉતર પૂર્વ રેલવે ના વારાણસી મંડલ પર ઔરીહાર-તારો સેક્શન માં ડબલિંગ કાર્ય ના કારણે અમદાવાદ મંડળ થી ચાલવાવાળી અમદાવાદ – ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે.

    ટ્રેન નંબર 09089 અમદાવાદ – ગોરખપુર એક્સપ્રેસ 24 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર 2020 સુધી વાયા વારાણસી, જૌનપુર, શાહગંજ અને મઉ થઈને ચાલશે. વાપસી માં ટ્રેન નંબર 09090 ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ 25 સપ્ટેમ્બર થી    11 ઓક્ટોબર 2020 સુધી મઉ, શાહગંજ, જૌનપુર, અને વારાણસી થઈને ચાલશે.