અમદાવાદ- ખુર્દા રોડ વચ્ચે ચાલશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેન ચલાવવા નો નિર્ણય કરવામાં આવ્યો  છે. આ વિશેષ ટ્રેન અમદાવાદ થી 3 ઑક્ટોબર, 2020 થી 24 ઑક્ટોબર 2020 સુધી પ્રતિ શનિવાર અને 30 સપ્ટેમ્બર થી  21 ઓક્ટોબર સુધી ખુર્દા રોડ થી પ્રતિ બુધવાર ચાલશે. આ ટ્રેન ના તમામ કોચ આરક્ષિત રહેશે.

  • ટ્રેન નંબર 08408-08407 અમદાવાદ-ખુર્દા રોડ -અમદાવાદ વિશેષ

ટ્રેન સંખ્યા 08408 અમદાવાદ-ખુર્દા રોડ  સ્પેશિયલ 03 ઑક્ટોબર થી 24 ઑક્ટોબર 2020 સુધી દર શનિવાર  00.15 વાગ્યે  અમદાવાદ થી ઉપડશે અને પ્રતિ રવિવાર  14:30 વાગ્યે ખુર્દા રોડ પહોંચશે. વાપસી માં ટ્રેન નંબર 08407 ખુર્દા રોડ-અમદાવાદ સ્પેશિયલ તારીખ 30 સપ્ટેમ્બર થી 21 ઓકટોબર 2020 સુધી પ્રતિ બુધવાર 10:40 વાગ્યે ખુર્દા રોડ થી ચાલશે અને પ્રતિ શુક્રવાર રાત્રે 03:20 વાગ્યે અમદાવાદ પહોંચશે.

ઉક્ત અવધિ દરમિયાન આ ટ્રેન બંને દિશાઓ માં વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર જલગાવ, ભૂંસાવલ, વડનેરા, વર્ધા, ચન્દ્રપુર, બલ્લારશાહ,સિરપુર કાગજ નગર, મંચરિયાલ, રામાગુંડમ, વારંગલ, વિજયવાળા, એલ્લુર, રાજામૂંન્દ્રી, અંકપલ્લી, દુવવાડા, કોટાવલાસા, વિજીનગરમ, શ્રીકાકુલમ રોડ અને બ્રહ્મપુર સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેન માં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર, સેકન્ડ સીટીંગ અને પેન્ટ્રીકાર કોચ રહેશે. મુસાફરો ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોવિડ 19 માટે માર્ગદર્શિકાને અનુસરવાની વિનંતી કરવામાં આવે છે અને અસુવિધાને ટાળવા માટે ઓછામાં ઓછા દોઢ કલાક વહેલા સ્ટેશન પર પહોંચે.

ટ્રેન નંબર 08408 નું  આરક્ષણ 27 સપ્ટેમ્બર 2020 થી નામાંકન કોમ્પ્યુટરરાઇઝ્ડ આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ થી પ્રારંભ થશે.