દિગ્ગજ પાર્શ્વગાયક એસ પી બાલાસુબ્રહ્મણ્યમનું ૭૪ વર્ષની જૈફ વયે નિધન

બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્યમનું આજે 74 વર્ષની વયે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. બાલાસુબ્રમણ્યમ, ઉર્ફે એસપીબી, 5 ઓગસ્ટે કોવિડ -19 માટે એમજીએમ હેલ્થકેરમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને તેમની તબિયત ખૂબ જ નાજુક હોવાને કારણે તેઓ વેન્ટિલેટર પર હતા. 

તેમના પુત્ર એસ પી ચરણે કહ્યું કે, તેના પિતાનો કોવિડ રિપોર્ટ તો નેગેટિવ જ હતો પરંતુ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

એસપીબીએ તેમની કારકિર્દીની શરૂઆત 1966 માં શ્રી શ્રી શ્રી મરિયમદા રમન્ના  ફિલ્મથી કરી હતી, જે  એક તેલુગુ ફિલ્મ હતી, જે તેમના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહી હતી. મે 2020 માં એસપીબીએ ભારત ભૂમિ નામના માનવતા પરના એક ગીતને પોતાના સૂરોથી સજાવ્યું હતું.