એક અનોખી પહેલ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બર, 2020ના રોજ ફીટ ઈન્ડિયા મુવમેન્ટની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે યોજાયેલા રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ફિટ ઇન્ડિયા સંવાદ દરમિયાન તંદુરસ્તી પ્રભાવકો અને નાગરિકો સાથે સંવાદ કરશે.
ઓનલાઇન ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન સહભાગીઓ તેમની તંદુરસ્તી મેળવવાની યાત્રાના કેટલાક ટુચકાઓ અને ટીપ્સ શેર કરશે, જ્યારે પ્રધાનમંત્રી તેમને તંદુરસ્તી અને સારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપશે. આ સંવાદમાં વિરાટ કોહલી, મિલિંદ સોમન, રૂજુતા દિવેકર તથા અન્ય ફિટનેસ પ્રભાવકો પણ ભાગ લેશે.
કોવિડ-19ના સમયમાં તંદુરસ્તી એ જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું બની ગઈ છે. આ સંવાદ પોષણ, સુખાકારી અને તંદુરસ્તી પરના અન્ય ઘણા પાસાઓ સાથે સમયસુચક અને ફળદાયી વાતચીતને આવરી લેશે
માનનીય પ્રધાનમંત્રી દ્વારા જન આંદોલન તરીકે કલ્પના કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા સંવાદ એ દેશના નાગરિકોને ભારતને ફીટ નેશન બનાવવાની યોજના તૈયાર કરવા માટેનો વધુ એક પ્રયાસ છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટની કલ્પના કરવાનો મૂળભૂત હેતુ નાગરિકોને મનોરંજન, સરળ અને બિન-ખર્ચાળ રીતોમાં ફિટ રહેવા માટે સમાવિષ્ટ કરવા અને તેથી વર્તણૂકીય પરિવર્તન લાવવું, જે તંદુરસ્તીને દરેક ભારતીયના જીવનનો આવશ્યક ભાગ બનાવે તે આ સંવાદ દ્વારા ચરિતાર્થ થશે
પાછલા એક વર્ષમાં તેની શરૂઆત થઈ ત્યારથી ફીટ ઈન્ડિયા મુવમેન્ટના નેજા હેઠળ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં દેશના દરેક ક્ષેત્રના અને દેશના લોકો ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળ્યા છે. ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન, પ્લોગ રન, સાયક્લોથોન, ફીટ ઈન્ડિયા વીક, ફીટ ઈન્ડિયા સ્કૂલ સર્ટિફિકેટ અને અન્ય વિવિધ કાર્યક્રમોમાં 3.5 કરોડ લોકોની સંયુક્ત જૈવિક ભાગીદારી જોવા મળી છે, જે તેને ખરેખર જન આંદોલન બનાવે છે.
ફીટ ઈન્ડિયા સંવાદ, જેમાં દેશભરના તંદુરસ્તી ઉત્સાહકોની ભાગીદારી જોવા મળશે, તે દ્રષ્ટિને વધુ મજબૂત બનાવે છે કે આને દેશવ્યાપી આંદોલન તરીકે સફળ બનાવવા માટે નાગરિકોને જ મુખ્ય શ્રેય આપવામાં આવે છે.
24 સપ્ટેમ્બરના રોજ બપોરે 11.30 વાગ્યે એનઆઈસી લિંક, https://pmindiawebcast.nic.in ઉપર કોઈપણ ફિટ ઇન્ડિયા સંવાદમાં જોડાઈ શકે છે.