આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

“ઘરે લાઈટ ન્હોતી એટલે હોમવર્ક ના થયુ.”
“સાહેબ, ડેટા ખૂટી ગ્યો, ક્લાસ નહીં ભરાય.”
“મોબાઇલ હેંગ થઈ ગ્યો છે.”
“નેટવર્ક નહીં આવતું હોય.”
“સાહેબ તમારો અવાજ નથી આવતો.”

વગેરે વગેરે…

આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

આ કાઈ બહાના છે?

આ લોકો શુ જાણે શુ અમારો સંઘર્ષ હતો ને શુ બહાના હતાં!

જુઓ બતાવું અમારાં બહાના…

મુખ્ય બે જ સવાલ હતાં…

  1. સ્કૂલે કેમ ન્હોતો આવ્યો? –

“સાહેબ યુનિફોર્મની ચડ્ડી ભીની હતી.”

“તાવ આવતો હતો.” (ખાલી માથું દુખવાનું બહાનું ચાલતું નહીં… સાહેબ એમ કહેતાં કે મગજ વગરના ને માથું ના દુખે!)

“સાયકલ મા પંચર પડયું તુ.”

“વરસાદ હતો ને છત્રી પપ્પા લઈ ગયા તા.”

“સાહેબ, દાદા ને છાતી મા દુખતું તુ.”

“શેરીમાં કૂતરું હડકાયું થયુ છે તો પપ્પાએ બહાર નીકળવાની ના પાડી તી”

“ભાઈનાં લગન હતાં.”(દર વર્ષે પરણાવતા એને…)

“રીક્ષા જ ના આવી…”

“બધાં બહાર ગયા તાં તો ઘરે રહેવું પડે એમ હતુ.”

“શેરીમા પાણી ભરાઈ ગયા તા.”

  1. લેશન કેમ ના કર્યું, –

“સાહેબ , પણ રફબૂક ગાય ચાવી ગઇ…”(સબૂત માટે અમારાં ચાર જણા વચ્ચે એક ચાવેલી બુક વસાવેલી, એ બતાવતા.)

“નાની બહેને બુક મા લીટા કરી નાખ્યા…”

“બોલપેન ખૂટી ગઇ તી.” (આ પણ વેલીડ ગણાતું, કારણકે એકથી વધું પેન કોઈ પાસે હોતી નહીં.)

“સાહેબ, દફતર સ્કૂલે ભૂલી ગ્યો તો.”

“થઈ ગ્યું છે પણ બુક ઘરે રહી ગઇ.”

“સાહેબ આ ધ્વનિતયો મારી બુક લઈ ગ્યો તો, પાછી આપી જ ના ગ્યો.”

આ સિવાય,

વાળ કેમ વધેલા છે?, નખ કેમ નથી કાપ્યા, તેલ નથી નાખ્યું, બુટ નથી પહેર્યા, એવા સવાલો ય થતા…

એમા દુકાન બન્ધ હતી, કે તેલ ખૂટી ગ્યું તુ ને એવા નોર્મલ બહાના ચલાવતા.

કૉલેજનાં બહાના ય અલગ હતાં…

“સર બાઇક ડિટેઈન થયુ હતુ…”

“બેસ્ટ ફ્રેન્ડ ને દવાખાને લઈ જવાનો હતો” (એક વાર તો હુ જેને દવાખાને લઈ જવાનું કહીને ભાગ્યો તો એ કોલેજમાંથી નીકળ્યો…)

ઘણી વાર તો માસ બંક માટે બધાં કાયદેસર બેસીને બહાનાની વહેંચણી પણ કરતાં…

“તુ તાવ લઇ લે…
“ધ્વનિતયા ને ઝાડા…,
મારી બાઇક ખોવાઇ ગઇ,
હા તારા બાપા ને હાર્ટ એટેક ચાલશે?”

આ સ્કુલ કૉલેજની બહાનાબાજીની આવડત હજીયે કામમાં આવે છે, ને આવતી રહેશે…

– હાર્દિક મકવાણા(હાર્દ)