સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ મંડળ પર મનાવામાં આવ્યો સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી અને સ્વચ્છ ટ્રેક દિવસ

તારીખ 16 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી મનાવામાં આવી રહેલ   સ્વચ્છતા પખવાડિયા ના ભાગરૂપે અમદાવાદ મંડળ પર  સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ રેલગાડી અને સ્વચ્છ ટ્રેક દીવસ નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન મુસાફરો અને રેલ્વે કોલોની પરિસરમાં રહેતા પરિવારોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા અને પ્લાસ્ટિક ના ઉપયોગને હતોત્સાહિત કરવા પ્રેરીત કરવામાં આવી રહ્યા છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા એ માહિતી આપી હતી કે, આજ સુધી સ્વચ્છતા જાગૃતિ દિવસ, સ્વચ્છ ટ્રેન ડે અને સ્વચ્છ ટ્રેક ડે જેવા દિવસોનું આયોજન કરવામાં આવે છે જેમાં મુસાફરો નું મહત્વ પરિસરને સ્વચ્છ રાખવામાં કેટલું મહત્વનું તે સમજાવવા માં આવે છે.  કેમ્પસ વિસ્તારમાં સ્વચ્છતા જાગૃતિને લગતા પોસ્ટર પણ મુકવામાં આવ્યા છે, જે તેમની વચ્ચે જાગૃતિ લાવશે.  સ્વચ્છ ટ્રેનના દિવસે કાંકરિયા કોચિંગ ડેપોના વરિષ્ઠ કોચિંગ અધિકારી શ્રી આર.બી.વિજયવર્ગીય દ્વારા સ્વચ્છ ટ્રેન દિવસ નિમિત્તે ઓનલાઈન વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા સ્વચ્છ ટ્રેન સંબંધિત તમામ જરૂરી પગલાઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છ ટ્રેક ડે પર આજે અમદાવાદ સહિત તમામ મોટા સ્ટેશનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  ઉત્થાન દિવસ સપ્તાહ દરમિયાન રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી.