સુખી કે દુઃખી?

રામજીભાઈ અને કાનજીભાઈ બન્ને ભાઈઓ હતા. કાનજીભાઈ રામજીભાઈ કરતા મોટા હતા. રામજીભાઈ બહુ મોટી કંપનીના મલિક હતા. તો કાનજીભાઈ નાની ઓફિસમાં કામ કરતા હતા. 

એક દિવસ તેઓને સાથે પ્રસંગમાં જવાનું હતું. તે લોકો ત્યાં ગયા. સામે એક ભાઈએ રામજીભાઈ ને પૂછ્યું, “કેમ છે? કેવું ચાલે છે બધું?” રામજીભાઈએ જવાબ આપ્યો, “બસ, ચાલ્યે રાખે. બાકી તો હવે એટલો નવરો રહેતો નથી. ઘરમાં બધાં લગભગ બીમાર જ રહે. આવું ચાલે છે બધું.” પહેલા ભાઈએ પછી કાનજીભાઈને પૂછ્યું, “કેમ છે? કેવું ચાલે છે બધું?” કાનજીભાઈએ કહ્યું, “બસ! આપણે તો ખાવા-પીવા અને શાંતિથી સુવા મળી જાય એટલે જલસા!” આટલું કહીને તે ચાલ્યા ગયા. થોડાક દિવસ રહીને બીજો પ્રસંગ આવ્યો. ત્યાં પણ આવું જ થયું. હવે રામજીભાઈ ઘરે આવ્યા. તેમને ખબર નહોતી પડતી કે બધું હોવા છતાં હું દુઃખી જ કેમ હોવું છું? અને કાનજીભાઈ પાસે એ બધું નથી હોતું છતાં તે હંમેશા સુખી જ હોય છે. 

આજે તેમને એક સવાલ આવ્યો. કે હું સુખી છું કે દુઃખી? તે આ સવાલ કાનજીભાઈને પૂછવા ગયા. કાનજીભાઈએ હસતા મોઢે  કહ્યું, “જો તું પોતાને સુખી માન તો દુનિયાનો સૌથી સુખી માણસ, અને જો તું પોતાને દુઃખી માન તો દુનિયાનો સૌથી દુઃખી માણસ.” આ સાંભળી રામજીભાઈ બધું સમજી ગયા. તમે પણ રોજ પોતાને એક વાર તો પૂછજો જ કે તમે સુખી કે દુઃખી? 

– નિતી સેજપાલ “તીતલી”