મીડિયાના એક વિભાગ દ્વારા તથ્યોનું ખોટું રિપોર્ટીંગ કરવામાં આવ્યું

ભારતના ચૂંટણી પંચના ધ્યાનમાં આવ્યું છે કે, 21 સપ્ટેમ્બર, 2020ના રોજ નવી દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય વેબિનરમાં ઉદ્ઘાટન સંબોધન દરમિયાન મીડિયાના એક વિભાગ દ્વારા સીઈસી શ્રી સુનિલ અરોરા દ્વારા આપેલા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

કૃપા કરીને નોંધ લેશો કે ઇસીઆઈએ 21 સપ્ટેમ્બર, 2020ના રોજ 1630 કલાકે બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં ખાસ વાંચ્યું હતું કે “સીઈસીએ ઉલ્લેખ કર્યો છે કે, બિહારની મુલાકાત લેવા અંગે આયોગ આગામી બેથી ત્રણ દિવસની અંદર નિર્ણય લેશે.”

તમામ મીડિયા સંસ્થાઓ કે જેમણે તેમની ન્યૂઝ સટોરી એએનઆઈની નકલનો આધાર રાખીને ટાંકી છે, તેઓને ઇસીઆઈની સત્તાવાર પ્રેસ રિલીઝની નોંધ લેવા વિનંતી છે અને નજીકના ભવિષ્યમાં ઇસીઆઈની બિહાર રાજ્યમાં યોજાનારી મુલાકાત અંગે ઉપર મુજબ સમાચારોને સુધારવા વિનંતી છે.

કૃપા કરીને નોંધ લેશો કે કમિશનના બિહાર રાજ્યની મુલાકાતના સમયપત્રકનો બિહાર ચૂંટણીની તારીખોની ઘોષણા સાથે કોઈ સબંધ નથી, જે રીતે એએનઆઈની નકલ જણાવે છે / સૂચવે છે.