મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2021-22ના રવી પાકો માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) મંજૂર કર્યા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિ (CCEA)એ રવી માર્કેટિંગ સિઝન (RMS) 2021-22ના તમામ અધિસૂચિત રવી પાકો માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. લઘુતમ ટેકાના ભાવમાં આ વધારો સ્વામીનાથન પંચની ભલામણોને અનુરૂપ છે.

પોષણ આવશ્યકતાઓ અને બદલાતી આહાર શૈલીને ધ્યાનમાં રાખીને દાળ (કઠોળ) અને તેલીબિયાંના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારે આ પાકો માટે તુલનાત્મકરૂપે ઉચ્ચતર MSP નિર્ધારિત કર્યા છે.

લઘુતમ ટેકાના ભાવમાં ઉચ્ચતમ વધારાની જાહેરાત મસૂર માટે (રૂ. 300/ ક્વિન્ટલ) સાથે ચણા તથા રેપસીડ અને એરંડા (પ્રત્યેક માટે રૂ. 225/ ક્વિન્ટલ) તેમજ કુસુમ (રૂ. 112/ ક્વિન્ટલ) માટે કરવામાં આવી છે. જવ અને ઘઉં માટે ક્રમશ: રૂ. 75/ ક્વિન્ટલ અને રૂ. 50/ ક્વિન્ટલની વૃદ્ધિની જાહેરાત કરવામાં આવી છે. અંતર ભાવ રાખવાનો ઉદ્દેશ પાકના વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો છે.

માર્કેટિંગ સિઝન 2021-22ના રવી પાકો માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)

પાકRMS 2020-21 માટે MSP (રૂપિયા/ ક્વિન્ટલ)RMS 2021-22 માટે MSP (રૂપિયા/ ક્વિન્ટલ)ઉત્પાદન ખર્ચ* 2021-22 (રૂપિયા/ ક્વિન્ટલ)MSPમાં વધારો (રૂપિયા/ ક્વિન્ટલ)ખર્ચની ઉપર નફો (ટકામાં)
ઘઉં1925197596050106
જવ152516009717565
ચણા48755100286622578
લેન્ટીલ (મસૂર)48005100286430078
રેપસીડ અને એરંડા44254650241522593
કુસુમ52155327355111250

* આમાં તમામ ચુકવણી કરવામાં આવેલો ખર્ચ સામેલ છે જેમકે, દાડિયા શ્રમિકોનું વેતન, બળદ શ્રમ/મશીન શ્રમ, ભાગમાં વાવેતર માટે રાખેલી જમીન માટેનું ભાડું, બિયારણ, ખાતર, સિંચાઇ ખર્ચ જેવા ભૌતિક ઇનપુટ્સ પર ખર્ચ, ઉપકરણો અને ફાર્મ ભવનોનો કિંમત ઘસારો, કાર્યકારી મૂડી પર વ્યાજ, પંપ સેટ વગેરે ચલાવવા માટે ડીઝલ/વીજળી, વિવિધ ખર્ચ અને પારિવારિક શ્રમનું મૂલ્ય.