પ્રધાનમંત્રી આઇઆઇટી ગુવાહાટીના પદવીદાન સમારંભમાં સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મંગળવાર 22 સપ્ટેમ્બર, 2020ના રોજ બપોરે 12 વાગ્યે આઈઆઈટી, ગુવાહાટીના પદવીદાન સમારોહને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે.

આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક, કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય ધોત્રે  અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

આવતીકાલે 687 બી.ટેક અને 637 એમ.ટેકના વિદ્યાર્થીઓ સહિત 1803 વિદ્યાર્થીઓ પદવી મેળવશે.