અમારો નવો જન્મ

મિહિર અને નેહા ને લગ્ન ને લગભગ સાડા તેર વર્ષ જેવુ થયું છે અને બન્નેનો સંસાર તો સુખી જ છે. મિહિર ને સરકારી નોકરી છે વળી નેહા પણ પ્રાઇવેટ કંપની માં મેનેજર છે. ઘર માં પૈસે ટકે પણ કોઈ વાંધો નથી પણ કહેવાય છે ને બધુ જ્યાં બરોબર દેખાઈ છે ત્યાં કાઈક તો સમસ્યા હોય જ છે. અહીં સમસ્યા છે સમાજ, હાજી સાહેબ સમાજ માં રહેવું છે તો સમાજ ના મેણાં ટોણાં તો સાંભળવા જ પડે અને એ પણ જો રૂઢિચુસ્ત સમાજ છે તો સાહેબ વાત ના પૂછો.

નેહા તો આજે સાવ કંટાળી ને લાલઘૂમ થયેલી મિહિરની રાહ જોવે છે, જાણે આજે તો મિહિર ને મારી જ નાંખશે. મિહિર હજી તો ઘર માં પ્રવેશે છે ત્યાં જ એને આભાસ તો થઈ જ જાય છે કે આજે ઘર માં કઈક રામાયણ થઈ છે. એ ચૂપચાપ રસોડા માં નેહા પાસે જાય છે ને પૂછે છે, “શું થયું છે આજે મારી નેહું  ને?” નેહા એ લાલઘૂમ આંખે બસ મિહિરની સામે જ જોયું અને શરૂ કર્યા તેના શબ્દો ના બાણ, “મિહિર હવે બસ બોવ થયું હો તારા મમ્મી ને સમજાવી દેજે બાકી હું હવે તેમની રિસ્પેક્ટ નહીં રાખું ને મારા થી એમને ના કહેવાનું કહેવાઈ જશે અને વાત વધુ વણશસે.” મિહિર કઈક સામી પ્રતિક્રિયા આપે તે પહેલા જ નેહા એ શબ્દો નો ઉકળાટ ઠાલવ્યો, “યાર, ઈવન આઈ એમ અલ્સો અ હ્યૂમન, ઘર માં આવી નથી ને બસ એક નું એક કણ કણ કરે છે, યાર શું કાઇ મારો ફોલ્ટ છે કે બાળક નથી રહેતું, શું મને કાઇ નહીં હોય મા બનવાની ઈચ્છા?” મિહિર ચૂપચાપ બધુ સાંભળે છે એને ખબર છે વચ્ચે જો આજે એ કઈ બોલ્યો તો તે ગયો. “મારે તો છે ને હવે જો તું ના માન્યો ને મારી વાત તો એકલાં રહેવા જતું રહેવું છે પછી તું તારું કર ને હું મારુ.” નેહા ના આ શબ્દોએ આજે મિહિર ને વિચારવા મજબૂર કરી દીધો.

 મિહિર એ સામે કોઈ પ્રતિઉત્તર ના આપ્યો, એને ખબર હતી કે અત્યારે વાત ને વધારી ને કોઈ મતલબ નથી એટલે તે શાંતિ થી અગાસી પર જતો રહ્યો. ઠંડા પવન માં ખાંટલે બેઠા બેઠા તે ભૂતકાળ ને વાગોળવા લાગ્યો. તારીખ 15 મી ઓગસ્ટ સાંજે 6 વાગે એ નેહા ને સૌથી પહેલી વાર મળ્યો હતો. મુલાકાત બંનેની ઓનલાઇન મેરેજ પોર્ટલ madeforeachother.com ના કારણે થઈ હતી. વાતો તો એવી બન્ને વચ્ચે જામી કે બન્ને ને સમય નો ખ્યાલ જ ના રહ્યો અને પહેલી જ મુલાકાત માં નક્કી કરી લીધું કે બન્ને એકબીજા માટે જ બનેલા છે. ત્રણ કે ચાર મહિના બન્ને એ એકબીજા ને ડેટ કર્યા અને ઓળખ્યા પછી પરિવાર ને વાત કરી. બન્ને પરિવાર ખુશ હતા આ સંબંધથી અને 21 મી જાન્યુઆરી 2007 માં તેમના લગ્ન થયા.

મિહિર વિચારો માં ડૂબેલો જ હતો કે ત્યાં નેહા તેની પાસે ચા લઈ ને આવી અને તેની પાસે બેઠી, થોડી ક્ષણ બન્ને ચૂપ, આખરે નેહા એ વાત વધારી અને કહ્યું, “આઈ એમ સોરી, મે ગુસ્સા માં થોડું વધારે કહી દીધું તને.” મિહિર એ તેની નજીક જઈ તેને ગળે લગાડી અને વ્હાલથી કપાળે કીસ કરી અને કહ્યું, “જો નેહા આઈ નો કે સમાજ ને આપણાં મમ્મી પપ્પા ખૂબ બોલે છે તારા વિષે, તું આમ ને તું તેમ પણ ડિયર હું સાચું કહું આઈ એમ પ્રાઊડ ઓફ યૂ, તું યાર જે રીતે ઘર ને, તારા કામ ને, આ બાળક નથી થતું એ સ્ટ્રેસ ને મેનેજ કરે છે ને હેડ્સ ઓફ ટુ યૂ. નેહા તેને દૂર કરતાં ખોટો ગુસ્સા નું નાટક કરતાં કહે છે, “બસ કરો મી. મિહિર વાછાણી મને ખબર છે આ શેના મસ્કા તમે મને મારો છો હો ને, આમ છે ને દૂર જ રહે જો મારા થી તો.”

મિહિર નેહા ને પકડવા પાછળ દોડે છે પણ નેહા તેના હાથમાં એમ કઈ આવે તેમ નથી. મિહિર એ છેલ્લે હાર માની લીધી અને નેહા ને તેની પાસે બોલાવી. નેહા નજીક આવી કે તરત જ મિહિર એ તેને તેડી ને રૂમ માં લઈ ગયો અને નેહા ને પ્રેમ થી સમજાવી ને કહ્યું, “જો નેહું આઈ ડોન્ટ કેર લોકો શું કહે છે, શું બોલે છે, મને બસ એટલી ખબર છે કે આઈ લવ યૂ. નેહા બધુ ભૂલી ને મિહિર ને ગળે લગાવી લે છે અને બન્ને એકબીજા ને પ્રેમ કરવા માં ઓતપ્રોત થઈ જાય છે.

આ ઝઘડા ને એક મહિનો થઈ ચૂક્યો છે અને નેહા અને મિહિર પહેલાની જેમ જ પાછા પ્રેમ માં પડ્યા હોય તેમ રહે છે. મિહિર ઓફિસ માં કામ કરતો હતો ત્યાં તેના ફોન પર રિંગ આવે છે એના ઘરે થી કે નેહા ને ચક્કર આવે છે અને તેને તાત્કાલિક દવાખાને લઈ જયે છે, તું આવી જા. મિહિર બધુંજ કામ પડતું મૂકીને ફટાફટ દવાખાને પહોંચે છે અને હાંફળો ફાફળો સીધો ડોક્ટર પાસે જઈને સવાલ પર સવાલ કરવા લાગે છે. ડોક્ટર તેને શાંત પાડે છે અને કહે છે, “મી. મિહિર મારા મેડિકલ કરિયર માં મે આવો ચમત્કાર પહેલી જ વાર જોયો છે, એક્ચુઅલ ટુ બી ફ્રેન્ક કહું તો મને નેહા ના પ્રેગનેનન્સી ના ચાન્સીસ સાવ નહિવત લાગતા હતા બીકોઝ એની ઓવરીઝ ખૂબ જ વીક છે અને શી કાંટ ટેક રિસ્ક ઓફ અ બેબી પણ સાચું કહું તો મી. મિહિર કોંગ્રૈચ્યુલેશન્સ તમે એક નહીં બે એટલે કે ટ્વીન્સ બાળકો ના પિતા બનવાના છો અને હા કાઈ જ ચિંતા નો વિષય નથી, બેબી અને મમ્મી બન્નેની હેલ્થ એકદમ સારી છે.

મિહિર અને નેહા એ ડોક્ટર ને થેન્ક યૂ કહ્યું અને બહાર આવ્યા અને તેમના મમ્મી પપ્પા ને બધી વાત કહી. દાદા દાદી બનવાની ખુશી સાંભળી કોકિલાબેન તો દવાખાનામાં જ ગરબા કરવા લાગ્યા અને આ જોઈ મિહિર અને નેહા એકબીજા ને જોઈ ને ખૂબ ખુશ થયા.

એક સમયે એવું માની લીધેલુ મિહિર અને નેહા એ કે તેઓએ હાર માની લીધી અને અંદર થી બન્નેની જાણે મૃત્યુ થઈ ગઈ છે, બાળક થાઈ એ વાત માં ને વાત માં બન્ને વચ્ચે નો અખૂટ પ્રેમ પણ સાવ ખૂટી ગયેલો અને જીવતા હોવા છતાં મરેલા લાગતાં.

એ દિવસ ના ઝઘડાએ પ્રેમ ને નવો જન્મ આપ્યો, કોઈ પણ પ્રકાર ના દબાણ વગર પ્રેમ માં ઓતપ્રોત થયા અને આજે ફક્ત ટ્વીન્સ નો જ જન્મ નથી થયો, મિહિર અને નેહા નો, તેમના પ્રેમનો પણ નવો જન્મ થયો છે.

– સુનિલ ગોહિલ