સેલ્ફ પનિશમેન્ટ

Self punishment એટલે પોતાના દ્વારા પોતાને આપવામાં આવતી સજા. તો હવે એવો પણ સવાલ આવે કે કોઈ વ્યક્તિ શા માટે પોતાને જ સજા આપે..? અને કોઈ વ્યક્તિ પોતાને જ સજા આપે એવુ બની પણ શકે ખરું..? હા બની શકે.. પણ કેવી રીતે? ચાલો જાણીયે.

દરેક વ્યક્તિના જીવનમાં એમના પોતાના કેટલાક સપનાઓ હોય છે કેટલીક ઈચ્છાઓ હોય છે ને એને મેળવવા માટે થોડા ઘણા પ્રયત્ન પણ કરતા હોય છે. હવે એમના ઘણા ખરા લોકો સફળ પણ થઈ જાય છે તો ઘણા ખરા અસફળ પણ રહે છે. તો આ અસફળ વ્યક્તિઓની પણ એક આદત હોય છે કે અસફળ થાય એટલે દોષ નો ટોપલો કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પણ ઢોળી દેવાનો ને પોતે સાવ કોરે કોરા બહાર નીકળી જવાનુ. 

મિત્રો self punishment એ તમને તમારા સપનાઓ સુધી જઈ જવાનો એક સાવ સરળ રસ્તો છે બસ શરત એટલી છે કે તમારે પ્રામાણિકતાથી એ રસ્તા પર ચાલવાનું છે. આપણે જે મેળવવું છે જ્યાં સફળ થવાનું છે એ વાત આપણા મગજમાં ફિટ કરી રાખી ને આપણે એના માટેના પૂરતા પ્રય્તનો કરવાના છે. બધાજ એક પ્રયત્ને સફળ થાય એ જરુરી નથી એટલે નિષ્ફળતાનો સામનો પણ કરવો પડશે અને એના માટે આપણે તૈયાર પણ રહેવું પડશે. તો તમને એવો પણ વિચાર આવશે કે હા તો એમાં શુ નવાઈ છે એ તો કરીયે જ છીએ એમાં self Punishment ક્યાં આવી..? 

તો મિત્રો, આપણે જેટલી વખત અસફળ થઈએ એટલી વખત પોતાને અલગ અલગ રીતે સજા આપીશુ. અરે ના સજા એટલે પોતાને મરવાનું કે ટોર્ચર કરવાનું નઈ પરંતુ આપણને પોતાને જે ગમતી વસ્તુ હોય, ભાવતી વસ્તુ હોય, કોઈ Game ની આદત હોય, કોઈ ગમતી activities હોય કે કોઈ એવી વસ્તુ કે જેનાથી આપણને નુકસાન થતું હોય ને એનાથી આપણને ફરક પડતો હોય એનાથી થોડા સમય માટે પોતાની જાત ને દૂર કરી દેવાની ત્યાં સુધી જ્યાં સુધી આપણી Next સફળતા આપણા હાથમાં ના આવે અને એની સાથે સાથે પોતાને ટાર્ગેટ પણ આપવાનો કે આટલા સમયમાં હું આટલું કરીને જ રહીશ ત્યાં સુધી હું ______ નહિ કરું.. (ખાલીજગ્યા માં તમારૂ મનપસંદ કંઈ પણ રાખી શકો જેનાથી દૂર રહી તમે તમારા ટાર્ગેટ તરફ આગળ વધો છો..)

મિત્રો આ રીતે પોતાને punish કરતા રહેવાથી અને પોતાને એક ટાર્ગેટ આપવાથી ઝડપથી સફળતા તરફ આગળ વધી શકાય છે.. self punishment ની મદદ થી તમારી ખરાબ આદતો પણ સુધારી શકાય છે બસ એ punishment તમને તમારા mind પર અસર કરે એવી હોવી જોઈએ..!  જેમ કે તમે રોજ સવારે વહેલા નથી ઉઠી શકતા તો નક્કી કરો કે જેટલાં દિવસ તમે મોડા ઉઠસો એટલા દિવસ તમે તમારો મોબાઈલ નહિ અડો પ્રામાણિકતાથી તમે આ follow કરશો તો આપોઆપ વહેલા ઉઠવા લાગશો આવી ઘણીબધી tricks છે જેના self punishment થી તમે તમારા જીવનમાં બદલાવ લાવી શકો છે સફળ થઈ શકો છો ને બધુજ શક્ય બનાવી શકો છો..!

– અલ્પેશ પ્રજાપતિ