પ્રધાનમંત્રી જન-ધન યોજના (પીએમજેડીવાય) અંતર્ગત પીએમજેડીવાય ખાતા ધારકોને 1 લાખ રૂપિયાના ઇનબિલ્ટ અકસ્માત વીમા કવચ સાથે મફત રૂપે ડેબિટ કાર્ડ પ્રદાન કરવામાં આવે છે. 28.08.2018 પછી ખોલવામાં આવેલા પીએમજેડીવાય ખાતાઓમાં આ કવરેજ રકમ 1 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત રજુ કરી હતી.
વધુ વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે, બધા પાત્રતા ધરાવતા અને તૈયારી બતાવનારા પીએમજેડીવાય ખાતાધારકો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (પીએમએસબીવાય) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (પીએમજેજેબીવાય) હેઠળ નોંધણી કરાવી શકે છે.
પીએમએસબીવાય હેઠળ, એકાઉન્ટ ખાતાની સ્પષ્ટ સંમતિ સાથે બેંક ખાતામાંથી ઓટો-ડેબિટ દ્વારા ફક્ત રૂ .12 ના વાર્ષિક પ્રીમિયમ સાથે 18 વર્ષથી 70 વર્ષની વય જૂથમાં નોંધાયેલા લાભાર્થીઓને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.
પીએમજેજેબીવાય હેઠળ, ખાતાધારકની સ્પષ્ટ સંમતિ સાથે બેંક ખાતામાંથી 330 રૂના પ્રીમિયમ સાથે ઓટો ડેબિટ દ્વારા 18 વર્ષથી 50 વર્ષની વય જૂથમાં નોંધાયેલા લાભાર્થીઓને 2 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ પૂરા પાડવામાં આવે છે.