પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાની પ્રમુખ દ્વારા વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનની મહિલા શાખા સાથે વેબિનાર દ્વારા વાતચીત

માનનીય વડા પ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાન થી પ્રભાવિત થઇને પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા મહિલાઓને ડિજિટલાઇઝેશન ક્ષેત્ર માં શસક્ત બનાવવાના હેતુ થી  એક અનોખી પહેલ કરી છે. પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર સતત વાતચીત કરે છે અને આ નવી પહેલને આગળ વધારવા માટે, પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંસ્થાની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ દ્વારા એક વિશેષ “મિશન મહિલા ડિજિટાઇઝેશન 2020-2021” શરૂ કરવાની જાહેરાત કરવામાં  આવી  છે. પશ્ચિમ રેલ્વે  મહિલા કલ્યાણ સંગઠન દ્વારા “મિશન મહિલા ડિજિટાઇઝેશન” નાં   હેઠળ પશ્ચિમ રેલ્વે  એમ્પ્લોઇઝ  યુનિયન  (ડબ્લ્યુઆરઇયુ) ની મહિલા શાખાની સાથે  આયોજિત આ  પહેલું અને પોતાના માટે એક અનોખું વેબિનાર હતું. આ મિશનનો ઉદ્દેશ પશ્ચિમ રેલ્વેની મહિલા કર્મચારીઓને તેમના મુખ્ય  મુદ્દાઓના સબંધ પર વાતચીત કરીને અને ચર્ચા કરીને તથા  તેમની સમસ્યાઓ ને આગળ વધારવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરવાનું છે. પશ્ચિમ રેલ્વે કર્મચારી સંઘની 100 થી વધુ મહિલાઓ અને પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાની વિભાગીય કક્ષાની ટીમોએ આ વેબિનરમાં ભાગ લીધો હતો. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ અવસર પર પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ

શ્રીમતી તનુજા કંસલે જણાવ્યું હતું કે આપણે બધા ડિજિટલ કરણની દુનિયામાં જીવીએ છીએ. તે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં સમૃદ્ધિ છે આપણે સમય સાથે આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે અગાઉ સરકારી મંચ ઉપર ઓરડાઓની અંદર ચર્ચાઓ થતી હતી, પરંતુ આજે ડિજિટાઇઝેશનના તબક્કાએ આખું દ્રશ્ય બદલી નાંખ્યું છે. દૂર-દૂરના સ્થળો અને મહત્તમ પ્રેક્ષકો સુધી પહોંચવું શક્ય બન્યું છે. આ સુવિધાને કારણે વિવિધ ક્ષેત્રના એકમોમાં કામ કરતી ઘણી સ્ત્રીઓને ચર્ચામાં ભાગ લેવા અને કાર્યસ્થળ સાથે જોડાયેલી  તેમની ફરિયાદોની તથા તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટેનો યોગ્ય માર્ગ મળ્યો છે. તેમણે વેબિનારના સભ્યોને રોગચાળા દરમિયાન ડબલ્યુઆરડબલ્યુડબલ્યુઓની ભૂમિકા અને તેના જાહેર થયેલા લોકડાઉન વિશે માહિતગાર કર્યા અને હોસ્પિટલ અને ફ્રન્ટ લાઇન ફીલ્ડ સ્ટાફ જેવા કે આરપીએફ અને ટ્રેક મેન્ટેનરને સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી આવશ્યક ચીજો વિશે પણ માહિતગાર કર્યા.

શ્રીમતી તનુજા કંસલે કહ્યું કે આપણે ધૈર્ય, સુસંગતતા અને દ્રઢતા ના મૂળ સિદ્ધાંતો આગળ રાખવાના છે. આ ત્રણેય ધ્યેયને અનુસરીને, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠને તેની કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં કાર્ય કરવાની રીતને નવી વ્યાખ્યા આપી છે. અને વર્ચુઅલ મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવી પદ્ધતિઓ અપનાવી છે. વર્તમાન પરિસ્થિતિએ આપણા બધાને ઓટલી હદ સુધી ડિજિટલ વર્લ્ડમાં પ્રવેશ કરાવ્યો છે કે, જે આ પહેલાં ક્યારેય નહોતું જોયું. આ નવી નિપુણતાના પરિણા મ સ્વરૂપ, પશ્ચિમ રેલ્વેની મહિલા કલ્યાણ સંસ્થાએ જૂનમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ પ્રકારની પ્રથમ વર્ચુઅલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ સામૂહિક વર્ચુઅલ સંપર્ક પ્રોગ્રામમાં, અલગતા તૂટી ગઈ  અને પોતાની વચ્ચેનું તમામ અંતર ઓછો થયું. વેબિનર દરમિયાન પાવર પોઇન્ટ પ્રસ્તુતિમાં કોવિડ 19 સામે લડવા માટે જરૂરી નિવારક પગલાં જાહેર થયાં. કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાના વિભાગીય અધ્યક્ષ શ્રીમતી શીલા સત્યકુમાર (મુંબઇ સેન્ટ્રલ), શ્રીમતી નિરૂપમાકુમાર (વડોદરા), શ્રીમતી પ્રીતિઝા (અમદાવાદ), શ્રીમતી મંજુષા ગુપ્તા (રતલામ), શ્રીમતી કાંતા ફંકવાલ (રાજકોટ) અને શ્રીમતી પ્રેરણા ગોસ્વામી (ભાવનગર) લોકડાઉન દરમિયાન કોરોના યોદ્ધાઓ માટે તેમના દ્વારા  કરવામાં આવેલા     કરેલા મહત્વપૂર્ણ કાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ વેબિનારમાં એઆઈઆરએફ કાર્ય સમિતિ સભ્ય શ્રીમતી ગીતા પડોરિયા, વેરીએયુની મહિલા વિંગની ઉપ પ્રમુખ શ્રીમતી સીમા કૌશિક, મહિલા વિંગની સહાયક મય સચિવ, શ્રીમતી પેરીન સોફિયા હર્ષ, ઝોનલ ચેર પરસન શ્રીમતી શબાના શેખ અને સંઘની ઝોનલ કન્વીનર શ્રીમતી ચિત્રા ભુજબલ સિવાય  યુનિયનની મહિલા સહભાગી પણ જોડાયા હતા . શ્રીમતી તનુજા કંસલે તેમના ભાષણનો સમાપન કરતાં જણાવ્યું હતું કે ‘મિશન વિમેન ડિજિટાઇઝેશન’ નિશ્ચિતરૂપે ડિજિટલ સાક્ષરતા અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. તેમણે દરેકને આગળ આવવા અને આ અનોખા અભિયાનનો ભાગ બનવા વિનંતી કરી.