પશ્ચિમ રેલ્વે પર સ્વચ્છતા પખવાડિયાનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રીના આહવાન પરસ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત  16થી 30 સપ્ટેમ્બર 2020 સુધી અને 2 ઓક્ટોબર 2020ના રોજ ભારતીય રેલવે પર સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવે છે. આ દેશવ્યાપી નિર્ણયના ક્રમમાં પશ્ચિમ રેલ્વે દ્વારા આ પખવાડા દરમિયાન પોતાના પરિસરો ને સુશોભન કરવા માટે આ પખવાડિયા દરમિયાન સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર, શ્રી આલોક કંસલે 16 સપ્ટેમ્બર 2020ના રોજ વેબિનાર દ્વારા સ્વચ્છતા શપથ લેવડાવીને આ અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે જનરલ મેનેજર શ્રી કંસલે તમામ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તેઓને તેમના ઘરોથી સ્વચ્છતા અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે ગયા મહિને પશ્ચિમ રેલ્વેની અંધેરી રેલ્વે કોલોનીની મુલાકાત બાદ હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન માટે કોલોની નિવાસીઓના સારા પ્રયત્નોની પ્રશંસા કરી. મુલાકાત દરમિયાન તેમણે વસાહતને અસરકારક રીતે સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે ‘શ્રમદાન’ કરવા નીવાસીઓને અપીલ કરી હતી. તેમણે દરેક રેલ્વે કર્મીઓને આ ઝુંબેશને સફળ બનાવવા અને તેને તેના જીવનનો ભાગ બનાવવા માટે સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ સ્વચ્છતા પખવાડિયાનું મુખ્ય લક્ષ્ય સ્ટેશન સંકુલ, ટ્રેનો, રેલ્વે ટ્રેક, રેલ્વે કચેરીઓ, કોલોનીઓ, ફેક્ટરીઓ, કોચિંગ ડેપો અને હોસ્પિટલોની સ્વચ્છતાની દિશામાં વાસ્તવિક સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ અભિયાન જે 15 દિવસ થી વધુ સમય સુધી ચાલે છે, આ અભિયાન ને સ્વચ્છતા જાગરૂકતા, ક્લીન સ્ટેશન, ક્લીન ટ્રેન, ક્લીન ટ્રેક, ક્લિન કેમ્પસ, ક્લીન ડેપો, ક્લીન રેલ્વે કોલોની / હોસ્પિટલ, ક્લીન ટોઇલેટ, ક્લીન વોટર, ક્લીન પેન્ટ્રી કાર / કેન્ટીન, નો પ્લાસ્ટિક ડે જેવા સ્વચ્છતા પ્રતિયોગતા જેવા સ્વચ્છતા પર નિરધારિત 15 અલગ-અલગ અવધારનાઓ સાથે મનાવા માં આવશે. આ અભિયાન 2 ઓક્ટોબર, 2020 ના રોજ મહાત્મા ગાંધીની 151 મી જન્મજયંતિ નિમિત્તે સમાપ્ત થશે. આ ઝુંબેશના પ્રથમ દિવસે જનરલ મેનેજર શ્રી આલોક કંસલે પશ્ચિમી રેલ્વેના તમામ વડાઓ અને અન્ય અધિકારીઓને વેબિનાર દ્વારા સ્વચ્છતા શપથ અપાવી હતી.  તેવી જ રીતે, પશ્ચિમ રેલ્વેના તમામ મંડળો માં, રેલ્વે ફેક્ટરીઓમાં મંડળ રેલ્વે પ્રબંધકો અને મુખ્ય કારખાના પ્રબંધકો દ્વારા પણ શપથ લેવડાવવામાં આવી હતી. જેમાં મંડળો અને કારખાનાઓ ના દરેક અધિકારીઓ તથા કર્મચારીઓ એ પણ સક્રિય રૂપ થી ભાગ લીધો હતો.

શ્રી ઠાકુરે કહ્યું કે, સ્વચ્છતા પખવાડા એ રેલ્વે માટે એક એવી તક છે, જેમાં આપણે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં સ્વચ્છતા તરફ પ્રયાસો કરી રહ્યા છીએ તે પ્રદર્શિત કરી શકીએ.  શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે વૈશ્વિક રોગચાળાના હાલના દૃશ્યને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ રેલ્વે મંત્રાલય દ્વારા સૂચવેલ સોશિઅલ ડિસ્ટન્સ ના જરૂરી પ્રોટોકોલોને ધ્યાન માં રાખતા પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળ માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.