ડાળી ડાળી મહેકી ઉઠી, પારિજાત કેરા ફૂલો તણી,
સુગંધિત રજની મને મળી, જાણે સ્વર્ગની ક્ષણો તણી,
વાતાવરણ છે આહલાદક, ગેરહાજરી વર્તાય આપની,
થાય એક મુલાકાત મીઠી, તો મધુર બની જાય આ રજની,
ઝરમર વરસતા વરસાદમાં, એ તો શીતળ થતી જાય,
કોફીમાં કોઈ રસ નથી, અહીં તો ચા ની મોજ લેવાય,
ચમકતી ચાંદની વચ્ચેથી, ખર્યો એક તારો આભથી,
વર્ષોની જુદાઈ પછી પણ આ દિલ ચાહે,
એક મુલાકાત આપથી…..A+
– અંકિતા મુલાણી “રિચ થિંકર”